loader

Breaking News


Home > Gujarat > કમાવવાની લાલચ આપીને 9.68 લાખની લૂટ કરી દંપતી રફુચક્કર


Foto

કમાવવાની લાલચ આપીને 9.68 લાખની લૂટ કરી દંપતી રફુચક્કર

Sept. 22, 2018, 1:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : મોબાઈલમાં કંપનીની જાહેરાત જુઓ અને રૂપિયા કમાઓ તેવી લાલચ આપીને શહેરનાં એક દંપતીએ લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ દંપતીએ મોટી મોટી કંપનીઓ સાથે તેમના કોન્ટ્રાક્ટ છે અને અલગ અલગ પેકેજની લોભામણી લાલચ આપીને શહેરનાં એક જમીન દલાલ પાસેથી ૯.૬૮ લાખની રકમ પડાવીને રફુચક્કર થઇ જતાં પોલીસે હવે આ ઠગ દંપતિને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.



ઠગ દંપતિ દ્વારા આ પ્રકારે અન્ય લોકોને પણ ઠગાયા હોવાની આશંકા હોઇ પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર ચલાવ્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરનાં પાલડી વિસ્તારમાં રહેતી ભાર્ગવી શાહ અને તેના પતિ વિનય શાહે વિવિધ પેકેજ આપીને લોકોને તેમના મોબાઈલ અને કોમ્પ્યુટર પર જાહેરાત જોઈને રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. આ લાલચમાં શહેરના જમીને દલીલે એક વર્ષમાં ૯.૬૮ લાખ રૂપિયા તેમની કંપનીમાં રોકાણ કર્યુ હતું. ફરિયાદ અનુસાર આ દંપતીએ તેમને આપેલી બાંહેધરી પૂરી કરી ન હતી. જેથી તેમણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં આખરે જમીનદલાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ ઠગ દંપતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ દંપતીએ શરૂ કરેલી કંપનીમાં હજારો લોકો રજિસ્ટર હોવાની વાત પણ સામે આવી રહી છે અને જમીનદલાલની જેમ અન્ય લોકો પણ ઠગાયા હોવાની આશંકાના આધારે હવે પોલીસે તે દિશામાં પણ તપાસ આરંભી છે.