loader

Breaking News


Home > National > કોર્ટમાં 3 કરોડ પેન્ડિગ કેસ, CJI ગોગોઇએ જજીસની રજાઓ પર લગાવ્યો પ્રતિબંધ


Foto

કોર્ટમાં 3 કરોડ પેન્ડિગ કેસ, CJI ગોગોઇએ જજીસની રજાઓ પર લગાવ્યો પ્રતિબંધ

Oct. 12, 2018, 4:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોર્ટોમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોને જલ્દીથી ખતમ કરવા માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એક નવી પદ્ધતિ શરુ કરી છે. તેઓએ નો લિવ પ્લાન બનાવ્યો છે. જે મુજબ જજીસને કામકાજના દિવસોમાં રજા નહીં મળે. ભારતના ત્રિસ્તરીય ન્યાયાયિક વ્યવસ્થામાં જરુરી કેસ પતાવવા માટે તેમણે આ પ્લાન બનાવ્યો છે.

3 ઓક્ટોમ્બરના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદ પર શપથ લીધા બાદ રંજન ગોગોઈએ સંકેત આપી દીધો છે કે જુના કેસોના નિકાલ માટે તે કઈંક કરશે. ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કુલ 3 કરોડ કેસ પડતર છે. પદગ્રહણ કર્યાના એક અઠવાડિયાની અંદર જ તેઓએ હાઇકોર્ટના કોલેજિયમ સભ્યો સાથે વાત વાત કરી હતી અને પડતર કેસોને ખતમ કરવા માટે સલાહ સૂચન પણ આપ્યાં હતા.