loader

Breaking News


Home > National > કોર્ટમાં સંસદીય સમિતિના રિપોર્ટ પર આધાર રાખી શકાય : સુપ્રિમ કોર્ટ


Foto

કોર્ટમાં સંસદીય સમિતિના રિપોર્ટ પર આધાર રાખી શકાય : સુપ્રિમ કોર્ટ

May 11, 2018, 12:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અદાલતોમાં કાનૂની જોગવાઇના અર્થઘટન માટે સંસદીય સમિતિના અહેવાલ પર આધાર રાખી શકાય. તેણે જણાવ્યું હતું કે સંસદીય સમિતિના અહેવાલની સામે અદાલતમાં સવાલ ઉઠાવી ન શકાય અને તેને પડકારી પણ ન શકાય. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચે જણાવ્યું હતું કે અદાલતો સંસદની સ્થાયી સમિતિના અહેવાલની નોંધ લઇ શકે છે અને તે પુરાવા ધારા (એવિડન્સ એક્ટ) હેઠળ માન્ય છે.

વધુમાં બૅન્ચે જણાવ્યું હતું કે અદાલતમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે કાનૂની જોગવાઇના અર્થઘટન માટે સંસદીય સ્થાયી સમિતિના અહેવાલનો આધાર લઇ શકાય છે. અદાલત પુરાવા ધારાની કલમ ૫૭ (૪) હેઠળ સંસદની સ્થાયી સમિતિના અહેવાલની નોંધ લઇ શકે છે અને તેને આ ધારાની કલમ ૭૪ હેઠળ પુરાવા તરીકે ગણી શકે છે. દીપક મિશ્રા ઉપરાંત ન્યાયમૂર્તિ એ. કે. સિક્રી, ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર, ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણનો સમાવેશ કર્યો હતો.