loader

Breaking News


Home > Gujarat > રાજયભરના દારૂના કેસોનો ડેટા આપવાનો કોર્ટનો હુકમ


Foto

રાજયભરના દારૂના કેસોનો ડેટા આપવાનો કોર્ટનો હુકમ

May 11, 2018, 5:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજયમાં વધતા જતા દારૂના દૂષણ અને દારૂના કેસોમાં બુટલેગરોને છાવરતી સરકાર અને પોલીસ તંત્રની ભૂમિકાને લઇ ગુજરાત હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી લાલ આંખ કરી છે. હાઇકોર્ટે રાજય સરકારને રાજયભરના પોલીસ સ્ટેશનમાંથી દારૂના તમામ કેસોની વિગતો જિલ્લાવાર રજૂ કરવા આદેશ કર્યો છે.

છેલ્લા એક વર્ષમાં એટલે કે, તા. ૧-૫- ૧૭ થી ૧-૫-૧૮ સુધીમાં દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર, કેસ નંબર, ગુનો નોંધ્યા તારીખ, આરોપી ભાગી ગયો તેનું નામ, પોલીસે રેડ પાડી તે સ્થળ, દારૂ કયા વાહનમાંથી પકડાયો તેનો વાહન નંબર સહિતની તમામેતમામ ઝીણવટભરી વિગતો સાથેનો અહેવાલ રજૂ કરવા સરકારને હાઇકોર્ટે ફરમાન કર્યું છે. આગામી તા.૩૦મી જૂન સુધીમાં સરકારને આ તમામ વિગતો સાથેનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવા હાઇકોર્ટે સ્પષ્ટ તાકીદ કરી છે.

હાઇકોર્ટે પોલીસતંત્રની ગંભીર ટીકા અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, પ્રોહીબીશનના કેસો સામે પોલીસની ભૂમિકા શોભાના ગાંઠિયા સમાન પ્રતીત થઇ રહી છે અને તેથી હવે સમગ્ર સીસ્ટમને મોનીટરીંગ કરવાનું જરૂરી બન્યું છે. પ્રોહીબીશનના કેસો અંગેની સ્થિતિ હાઇકોર્ટે સરકાર અને પોલીસ સત્તાવાળાઓની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં દારૂના કેસોમાં ઘણા લાંબા સમયથી ડીઝાઇનર એફઆઇઆર કરવામા આવી રહી છે.