loader

Breaking News


Home > Gujarat > કોર્ટે ઇશરત એન્કાઉન્ટર કેસમાં આરોપમુક્ત થવાની વણઝારા અને અમીનની અરજી ફગાવી


Foto

કોર્ટે ઇશરત એન્કાઉન્ટર કેસમાં આરોપમુક્ત થવાની વણઝારા અને અમીનની અરજી ફગાવી

Aug. 7, 2018, 4:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ઈશરત જહાં બનાવટી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે ભૂતપૂર્વ આઇપીએસ ડીજી વણઝારા અને એન.કે. અમીનની આરોપ મુક્ત કરવાની અરજી ફગાવી દીધી છે. સીબીઆઈએ અધિકારીઓની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, વણઝારા અને અમીન આ કાવતરામાં સામેલ હતા.આ કેસની આગામી સુનાવણી 7 મી સપ્ટેમ્બરના દિવસે થશે.

ઇશરત જહાં એન્કાઉન્ટર મામલે સીબીઆઇ ટીમ તપાસ કરી રહી છે તેઓએ ખાસ સીબીઆઇ જજ જેકે પંડ્યાને જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પોલીસ અધિકારી એન.કે અમીન આ ષડયંત્રમાં સામેલ હતા અને ત્યારબાદ ઇશરત જહાંને ગોળી મારતી વખતે ઘટનાસ્થળે હાજર હતા જણાવ્યું હતું જ્યારે ભૂતપૂર્વ આઈપીએસ ડી જી વણઝારાની દેખરેખ હેઠળ આ નકલી એન્કાઉન્ટરને અંજામ આપવાની વાત કોર્ટ સમક્ષ મુક્ત સીબીઆઈએ દાવો કર્યો હતો કે વણઝારાના આદેશ પર આ કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ પાંડે પાંડે આ કેસમાં પહેલેથી જ આરોપ મુક્ત થઇ ગયા છે. વણઝારા અને અમીન પણ એ જ ધોરણે મુક્ત કરવા માટે અરજી કરી હતી પરંતુ સીબીઆઇનાં વિરોધ કારણે કોર્ટે અરજી ફગાવીને સુનાવણી 7 સપ્ટેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે.