loader

Breaking News


Home > Bollywood > સલમાનનાં એક ડાયલોગને કોર્ટે લીધો ગંભીર, જાણો પૂરી હકીકત


Foto

સલમાનનાં એક ડાયલોગને કોર્ટે લીધો ગંભીર, જાણો પૂરી હકીકત

April 6, 2018, 7:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સલમાન ખાનને કાળા હરણ કેસમાં કોર્ટે દોષિત સાબિત કરી દીધો છે, ત્યાર બાદ દેશનાં કરોડો લોકોને દુઃખ થયુ છે. જો કે તેની સાથે સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે ઘણી ચુટકી લેવાઇ રહી છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે કે, ટાઇગર જીન્દા હૈ ઔર અભી જેલ મે હૈ, સલામાન કા બોડીગાર્ડ 5 સાલ રહેગા બેકાર. ઘણા લખે છે કે. સલમાન ખાનનાં એક ડાયલોગને ધ્યાને લઇને કોર્ટે તેને સજા સંભળાવી છે, તે ડાયલોગ છે, મુજ પર એક અહેસાન કરના કી મુજ પર કોઇ અહેસાન ન કરના.



સલમાનને સજા સંભળાવ્યા બાદથી ટ્વીટર, ફેસબુક અને વૉટ્સઅપ પર મેસેજોનો વરસાદ જાણે શરૂ થઇ ગયો છે. ઘણા મેસેજમાં સલમાનને ચુટકી લેતા લોકોનાં મેસેજ જોવા મળ્યા છે. તેવો જ એક મેસેજ સામે આવ્યો છે, 2012માં એક થા ટાઇગર, 2017માં ટાઇગર જીન્દા હૈ અને હવે 2018માં ટાઇગર જેલ મે હૈ. કોઇએ એશ્વર્યાને આ મુદ્દે જોડાતા લખ્યુ કે, સોતે હુએ અભિષેક કે બાલોમે હાથ ફેરતે એશ્વર્યા બોલી, કમાતા નહી તો ક્યા હુઆ, જેલ તો નહી જાયેગા. આ રીતે સલમાનની સજા પર લોકો તેની ઢેકડી ઉડાવતા જોવા મળ્યા હતા. સૌથી વધુ આ પ્રકારનાં મેસેજ તમને વૉટ્સઅપ પર જોવા મળશે. જો કે આ બધા મેસેજમાં એક મેસેજ કોર્ટનાં નિર્ણયને લઇને પણ સામે આવ્યો હતો. જેમાં સલમાનનો જ ડાયલોગ વાપરવામાં આવ્યો છે, મુજ પર એક અહેસાન કરના કી મુજ પર કોઇ અહેસાન ન કરના.