loader

Breaking News


Home > National > સીપીઆઈ એ જણાવ્યું કે, ભાજપની જીતમાં રાષ્ટ્રવાદના મુદ્દાએ મોટી ભૂમિકા ભજવી છે.


Foto

સીપીઆઈ એ જણાવ્યું કે, ભાજપની જીતમાં રાષ્ટ્રવાદના મુદ્દાએ મોટી ભૂમિકા ભજવી છે.

May 23, 2019, 4:43 p.m.
      Whatsapp   

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સીપીઆઈ એ આજે જણાવ્યું કે, ભાજપની જીતમાં રાષ્ટ્રવાદના મુદ્દાએ સૌથી મોટી ભૂમિકા ભજવી છે. સીપીઆઈના મહામંત્રી એસ.સુધાકર રેડ્ડીએ જણાવ્યું કે, મને લાગે છે કે, ઉત્તર ભારતના રાજ્યો અને કર્ણાટકમાં ભાજપ માટે રાષ્ટ્રવાદનો મુદ્દો કામ કરી ગયો છે. તેમણે કહ્યું કે, વિપક્ષી દળોએ ઉછાળેલાં બેરોજગારી અને મોંઘવારી સહિતના મુદ્દાઓ ભાજપના રાષ્ટ્રવાદના મુદ્દા ટકી શક્યા નહીં. રેડ્ડીએ કહ્યું કે, કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓ વચ્ચે ચૂંટણી પૂર્વ ગઠબંધન થયું નહીં, જેના કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપમાં મોટો ફાયદો થયો છે. તૃણમૂલ અને ભાજપ વચ્ચે વોટોનું ધ્રુવીકરણ થયું. પરંતુ કોંગ્રેસ અને ડાબેરી અરસપરસની સમજૂતી શકી નહીં. કદાચ, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી સાથે ચૂંટણી લડ્યા હોત તો પરિણામમાં ફરક પડી શક્યો હોત. આમ, ડાબેરી પાર્ટીઓ હારનું ઠીકરી કોંગ્રેસ પર ફોડી દીધું છે.