loader

Breaking News


Home > Sports > ક્રિકેટઃ બોલરોને તોફાની બેટિંગથી ધ્રૂજાવતો ખેલાડી આજે પોતાના પગે ઉભો રહેવા અસમર્થ, જાણો કોણ છે તે


Foto

ક્રિકેટઃ બોલરોને તોફાની બેટિંગથી ધ્રૂજાવતો ખેલાડી આજે પોતાના પગે ઉભો રહેવા અસમર્થ, જાણો કોણ છે તે

Jan. 5, 2018, 5:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એક ખેલાડી કે જેના વિશે કહેવાય છે કે, તેણે પાવરપ્લેયમાં બેટિંગ કેવી રીતે કરવી તે દુનિયાને શિખવાડ્યુ હતુ. આજે તે ખેલાડીનાં ફોટા અચાનક સામે આવ્યા છે. તેના ફોટા જોઇ તમે પણ ચોકી જશો. ક્યારેક પોતાની બેટિંગથી ભલભલા બોલરને હંફાવી દેનાર પૂર્વ શ્રીલંકન ખેલાડી સનથ જયસુર્યા આજે પોતાના પગ પર બરાબર ચાલી પણ નથી શકતા. તેઓ આજે લાકડીનાં સહારે ચાલવા મજબુર બન્યા છે. મળતી માહિતી મુજબ તે ઘૂંટણની તકલીફથી પિડાઇ રહ્યા છે.



શ્રીલંકાનાં પૂર્વ ખેલાડી સનથ જયસુર્યા આજે ઘૂંટણની તકલીફ હેવાના કારણે બે લાકડીનાં સહારે ચાલી રહ્યા છે. એક સમયનાં દિગ્ગજ ખેલાડી કે જેમના ક્રિસ પર હોવાથી બોલરો ધ્રુજી ઉઠતા હતા. કહેવાય છે કે, પાવરપ્લેયમાં કેવી રીતે રમી શકાય તે આ જ ખેલાડીએ દુનિયાને બતાવ્યુ હતુ. જો કે સન્યાસ લીધા બાદ તે ઘણા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. તે એક સમયે શ્રીલંકા ક્રિકેટની પસંદગી સમિતિનાં ચેરમેન રહી ચુક્યા છે. જો કે તેમના ઉપર જે આશા હતી તે મુજબ તે કામ ન કરી શક્યા. કહેવાય છે કે તેમના ક્રાર્યકાળમાં શ્રીલંકા ટીમમાં ઘણા બધા ફેરફાર થયા જેની અસર ખેલાડીનાં પ્રદર્શન ઉપર પડી હતી.

પૂર્વ શ્રીલંકન ખેલાડી સનથ જયસુર્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત 1989માં કરી અને 2013માં ક્રિકેટથી સન્યાસ લીધો હતો. તેમણે પોતાની બેટિંગથી ઘણા બોલર્સને ધ્રૂજાવ્યા હતા. જયસુર્યાએ કુલ 445 વન ડેમાં 13,430 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 28 શતક અને 68 અર્ધશતક છે. તેણે 110 ટેસ્ટ મેચમાં 6,973 રન બનાવ્યા છે, સાથે તેણે ટેસ્ટમાં 98 અને વન ડેમાં 323 વિકેટો પોતાના નામે કરી છે. આવા દિગ્ગજ ખેલાડીને આજે ચાલવા માટે સહારાની જરૂર પડે તે જોતા લાગે કે સમય કોઇનો એક સરખો રહેતો નથી. બદલાવ જીવનની હકીકત છે.