loader

Breaking News


Home > Sports > ક્રિકેટઃ સાહાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 20 બોલમાં બનાવ્યાં 100 રન


Foto

ક્રિકેટઃ સાહાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 20 બોલમાં બનાવ્યાં 100 રન

March 24, 2018, 5:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ક્રિકેટ હવે એક એવી રમત બની ગઇ છે, જ્યા નવા નવા રેકોર્ડ દિવસેને દિવસે બની રહ્યા છે. હવે એક નવો રેકોર્ડ ભારતીય ટીમનાં વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાએ બનાવ્યો છે. આ રેકોર્ડ માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયામાં કોઇ બેટ્સમેને બનાવ્યો નથી. સાહાએ કોલકતામાં રમાયેલા ‘મુખર્જી ટ્રોફી’નાં મેચમાં તોફાની બેટીંગ કરી સૌથી ઓછા બોલમાં સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.




ભારતીય ટીમનાં વીકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા પોતાના સ્વભાવથી વિપરીત બેટીંગ કરી દુનિયાનાં તોફાની બેટ્સમેનોને પછાડવામાં સફળ રહ્યા છે. સાહાએ કોલકતા ખાતે મુખર્જી ટ્રોફીમાં મોહન બગાન ટીમ તરફથી રમતા મેચમાં ચોગ્ગા અને છક્કાનો વરસાદ કરી માત્ર 20 બોલમાં 100 રન બનાવી એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચમાં સાહાએ 14 છક્કા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. સાહાએ સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે પહેલા વેસ્ટ-ઇન્ડીઝનાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેલનાં(30 બોલમાં 100 રન) નામે હતો.