loader

Breaking News


Home > Sports > ક્રિકેટઃ સોશિયલ મીડિયામાં સચિનનાં પાછા ફરવાની ખબર થઇ રહી છે વાયરલ, જાણો પુરા સમાચાર


Foto

ક્રિકેટઃ સોશિયલ મીડિયામાં સચિનનાં પાછા ફરવાની ખબર થઇ રહી છે વાયરલ, જાણો પુરા સમાચાર

Jan. 31, 2018, 7:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દુનિયામાં સૌથી વધુ રન અને સૌથી વધુ સેંન્ચ્યુરી ફટકારનાર ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને આજે પણ આપણે યાદ કરીએ છીએ. જ્યારે પણ ભારતની મેચ ચાલતી હોય છે ત્યારે સચિનનું નામ ખાસ લેવાતુ હોય છે. જો કે સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે પણ હવે લાગા છે કે તેમની જગ્યા ભરવા કોઇ ખાસ ખેલાડી તૈયાર થઇ ગયો છે.





ભારતમાં કહેવાય છે કે કશુ પણ અસંભવ નથી. જો કોઇ કામ કરવા માટે તમે સખત મહેનત કરો તો તે કામ થઇને જ રહે છે. તેનું તાજુ ઉદાહરણ તનિષ્ક ગવતે બન્યો છે. તેણે પોતાના કૌશલ્યનાં દમ પર પોતાની એક અલગ જ ઓળખ પૈદા કરી છે. મુંબઇનાં આ છોકરાએ બેટિંગ દ્વાર ક્રિકેટનાં બધા જ રેકોર્ડ તોડી દીધા છે. તનિષ્ક માત્ર 13 વર્ષનો છે અને આટલી નાની ઉંમરમાં આ ખેલાડીએ 1045 રનની ધુઆધાર બેટિંગ કરી દુનિયાનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રીત કર્યુ છે. તનિષ્ક ગવતે સ્કુલ ટીમ વચ્ચે રમાવેલ અંડર-14 ની એક ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ધુઆધાર બેટિંગ કરી હતી. તનિષ્કે પોતાની બેટિંગ દરમિયાન 515 બોલનો સામનો કરતા 67 છક્કા લગાવ્યા અને 149 ચૌકા પણ લગાવ્યા હતા. તનિષ્કે આ સ્કોર પોતાની એક જ ઇનિગ્સમાં બનાવ્યો છે. આ સ્કોર ઉભો કરવા તેણે બે દિવસ થયા હતા. તેણે પ્રથમ દિવસે 410 રન બનાવ્યા હતા. તનિષ્કની બેટિંગની મદદથી તેની ટીમે કુલ 1324 રન બનાવ્યા જેમાં 1045 રન તનિષ્કનાં પોતાના છે. તનિષ્કની ધુઆધાર બેટિંગનાં સોશિયલ મીડિયામાં ખુબ જ વખાણ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં સચિનનાં પાછા ફરવાની ખબર તનિષ્કની બેટિંગનાં કારણે વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં તનિષ્ક નામે સચિન ક્રિકેટમાં પાછો ફરશે તેવા મેસેજ પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.