loader

Breaking News


Home > Sports > ક્રિકેટર શ્રીસંતને કેરલ હાઇકોર્ટ તરફથી ઝટકો, આજીવન પ્રતિબંધ


Foto

ક્રિકેટર શ્રીસંતને કેરલ હાઇકોર્ટ તરફથી ઝટકો, આજીવન પ્રતિબંધ

Oct. 17, 2017, 7:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરળ : ભારતીય ટીમનાં ભૂતપૂર્વ બોલર શ્રીસંતની મુસિબતો દિવસેને દિવસે વધી રહી છે. આજે બીસીસીઆઇની અરજી પર કેરળ હાઈકોર્ટે આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કેસમાં શ્રીસંત પર આજીવન પ્રતિબંધને સમર્થન આપ્યું છે. આ પહેલા 2013માં મેચ ફિક્સિંગ કેસમાં તેનું નામ સામે આવ્યુ હતુ. જેના પર આજે કેરળ હાઇકોર્ટે બીસીસીઆઇની અરજીને ધ્યાનમાં રાખવા સાથે નિર્ણય આપતા શ્રીસંત પર આજીવન પ્રતિબંધને સમર્થન આપ્યુ છે.ઉલ્લેખનીય છે કે 7 ઓગષ્ટ 2017એ આ બાબતે હાઇકોર્ટનાં સભ્યે સુનવણી દરમ્યાન બોર્ડની ટીકા કરતા કહ્યુ કે, બીસીસીઆઇ આ પ્રતિબંધને યોગ્ય સાબિત કરવામાં નિષ્ફળ રહ્યુ છે. તેમણે કાર્યવાહી કરતા તમામ પુરાવાઓ પર ધ્યાન આપવાને બદલે તેમણે એક નાના હિસ્સાને પોતાના નિર્ણયનો આધાર બનાવ્યો છે. આ કારણોને લીધે બોર્ડની શીસ્ત સમિતિ પ્રસ્તુત પુરાવાની સચ્ચાઇ સુધી પહોચવામાં નિષ્ફળ રહી છે. જો કે બીસીસીઆઇએ આ નિર્ણયનાં વિરોધમાં કેરળ હોઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીસીસીઆઇએ અપીલમાં કહ્યું છે કે આ ક્રિકેટર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય તેની સામે પુરાવાઓના આધારે કરવામાં આવ્યો હતો.

કેરલ હાઇકોર્ટનાં નિર્ણય બાદ શ્રીસંતની મુસિબતોમાં વધારો થયો છે પરંતુ હજુ તેની પાસે આગળ સુપ્રિમ કોર્ટમાં અરજી કરવાની તક છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આવનાર સમય શ્રીસંત માટે મુસિબતોથી ભરેલો રહેશે.

હાર્દિક શાહ