loader

Breaking News


Home > Gujarat > દારૂ-ડાન્સની મહેફિલ માણતાં ક્રાઇમ બ્રાંચના PSI ઝડપાયા


Foto

દારૂ-ડાન્સની મહેફિલ માણતાં ક્રાઇમ બ્રાંચના PSI ઝડપાયા

July 25, 2018, 2:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી. એસ. સિંગરખિયા બે ડાન્સર યુવતીઓ અને અન્ય યુવકો સાથે દાણીલીમડાના વેપારીની જન્મદિવસની સુરેન્દ્રનગર ખાતેના એક રિસોર્ટમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગરના મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાં બજાણા પોલીસે દરોડો પાડી કુલ ર૧ શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે દારૂ પીધેલાનો ગુનો દાખલ કરાયો હતો જ્યારે પીએસઆઈ સિંગરખિયા અને યુવતી સહિતના બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઈને જવા દેવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતુ કે, પીએસઆઈ રજા પર ન હોવા છતાં તેઓ દારૂની મહેફિલમાં હાજર હતા, જેને લઈ સુરેન્દ્રનગર પોલીસ અમદાવાદ પોલીસને જાણ કરશે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં અમદાવાદના દાણીલીમડામાં રહેતા ટાઇલ્સના વેપારી ઇરફાન રઝાક મેમણના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત સિંગરખિયા અને ચાર યુવતીઓ સહિતના નબીરાઓ સામેલ થયા હતા. બજાણા પોલીસે દરોડો પાડી અમદાવાદના ૧૧ લોકો સહિત ર૧ શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે પીએસઆઈ સહિતના લોકોનું મેડિકલ કરાવ્યું હતું, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો, જયારે બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઇ જવા દેવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દીપક મેઘાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહ¥વની એજન્સીના જવાબદાર પીએસઆઇ રજા પર ન હોવા છતાં તેમના કાર્યક્ષેત્રથી બહાર હતા. આ મામલે અમદાવાદ પોલીસને રિપોર્ટ કરવામાં આવશે. પાંચ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે, જેમાં એક ગાડી પીએસઆઈ લઈને આવ્યા હતા, તેની પણ તપાસ કરવામાં આવશે. પીએસઆઈ દારૂ પીધેલા ન હતા છતાં પણ તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે.