loader

Breaking News


Home > Gujarat > શહેરના આંતરીક, મુખ્ય માર્ગો પર કરોડોનો ભ્રષ્ટાચાર, પાટનગર યોજના વિભાગ કોન્ટ્રાક્ટરોની મીલીભગત


Foto

શહેરના આંતરીક, મુખ્ય માર્ગો પર કરોડોનો ભ્રષ્ટાચાર, પાટનગર યોજના વિભાગ કોન્ટ્રાક્ટરોની મીલીભગત

May 3, 2018, 5:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાં તમામ હુકમો, સત્તા આદેશો અને ઠરાવો અહીંયાથી થતા હોવા છતાં આ પાટનગર નપાણીયું જેવી હાલત છે અને ભ્રષ્ટાચારનો લુલો અહીંયા પણ ભારે લાગે છે. રાજ્ય સરકાર લાખો નહીં કરોડો રૂપિયા વિકાસના કામો માટે આપી રહી છે. ત્યારે પાટનગર યોજના, કોન્ટ્રાક્ટરો અને એન્જીનીયરોની મીલીભગતથી કોરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હોવાની વિગતો સાંપડી છે.

ભ્રષ્ટાચાર માટે એવી માઝા મુકી ચે કે કામ થયા બાદ ૧ મહિનામાં ઉખડી ગઈ હોવાથી લઈને રોડ પાછા તુટી ગયા હોવાની ફરિયાદો અનેક ઉઠવા પામી છે. ત્યારે એન્જીનીયર અને રોડ ચકાસણી કરનારે શું વિઝીટ કરી અને આ બીલો કઈ રીતે પાસ કર્યા ? તે હવે ચર્ચા શહેરમાં થવા પામી છે. ગાંધીનગર મહાનગર પાલીકા દ્વારા ૪૪ કરોડ રૂપિયા પાટનગર યોજના વિભાગને ફાળવવામાં આવ્યા હતા અને આ ૪૪ કરોડ અલગ અલગ સમયે ફાળવ્યા બાદ ૨ વર્ષ તો આ નાંણા પાટનગરયોજના વિભાગ પાસે પડ્યા રહ્યા આનું વ્યાજ અને મુદ્દત ગણવામાં આવે તો પણ કરોડો રૂપિયા થવા પામે છે. ત્યારે ૨ વર્ષમાં ૪૪ કરોડ ફાળવેલા હોવા છતાં ૨ વર્ષ પછી કામ શરૂ થયેલ. કહેવત છે કે માલ મલાઈ ખાયો વિભાગ ખાય અને પ્રજાના ગાલો અને સાફ-સફાઈ મનપા ના શીરે જેવો ઘાટ સર્જાયો છે. શહેરના આંતરીક રસ્તાઓની ગુમવત્તાની ચકાસણી કોણે કરી અને આ સબ બરાબર હૈ ના પ્રમાણપત્ર કોણે આપ્યું તે સવાલ છે.

આજે ભ્રષ્ટાચારીઓ લુણો એવો લાગ્યો છે કે રોડની જાડાઈ અને તેની સ્પેશીફીકતા હોવી જાઈએ તે નથી જેથી આ રોડ ફરીવાર બનાવવા કોન્ટ્રાક્ટરને હુકમ કરવો જોઈએ તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે. ત્યારે ગાં.મનપાના સ્ટે કમીટીના ચેરમેન મનુભાઈ પટેલે પણ આ બાબતે સચીવશ્રી માર્ગ અને મકાનવિભાગ, મુખ્ય ઈજનેર પા.યો.વિને લખ્યું છે. પ્રજાના પૈસા અને સચીવાલયમાંથી સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસના કામો પાછળ ગ્રાન્ટ ફાળવેલ છે. ત્યારે વર્ષોથી પેધી પડેલા કોન્ટ્રાક્ટરને પા.યો.વિભાગથી લઈને ભ્રષ્ટાચારનો મોટો લુણો લાગ્યો છે. જેમાં ૪૪ કરોડ જે ગાં.મનપા દ્વારા ફાળવવામાં આવ્યા છે. તે રૂપિયાનું અડધું તો કટકી થઈ ગી હોવાનું સુત્રો તથા લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. આજે રોડ આંતરી બનાવવામાં આવ્યા બાદ રોડની જાડાઈ અને રોડ બનાવ્યા પછી બંને બાજુએ માટીનું લેવલ કરવું જરૂરી છે. ત્યારે ગાંધીનગરમાં જયાં પણ આંતરીક રસ્તાઓ નવા બન્યા અને રોડ રીફેસ બન્યા બાદ ક્યાંય માટી તમામ જગ્યાએ નીકળવામાં આવી નથી. એન્જીનીયરો દ્વારા રોડ, ડામરની ગુણવત્તા પણ ચકાસવાઈ નથી આવી હલકી કક્ષાની ડામર, કપચી, રેતી અને જે રોડની જાડાઈ હોય તેમાં પણ કોઈ જ રોડની લેવડમાં જાડાઈ કરી નથી. અને રોડ પર ફક્ત કપચી, ડામર પાથરીને રોડ બનાવી દેવામાં આવ્યા હોવાનું પ્રજામાં ભારે આક્રોશ વધી રહ્યો છે. ત્યારે મુખ્ય ઈજનેર પોતે પણ કચેરીમાં ઘણીવાર હાજર હોતા નથી અને સાંજે જાય તો ટુસ થઈ ગયા હોવાનું કર્મચારી દ્વારા જાણવા મળ્યું છે.