loader

Breaking News


Home > Bollywood > ક્રિતિ ખરબંદા કુશળ પ્રતિભા ધરાવતી હોવા છતા સાબિત થઇ ફ્લોપ


Foto

ક્રિતિ ખરબંદા કુશળ પ્રતિભા ધરાવતી હોવા છતા સાબિત થઇ ફ્લોપ

Aug. 29, 2018, 12:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડની અભિનેત્રી ક્રિતિ ખરબંદા દેઓલ પરિવારની ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સેને લઇને ભારે આશાવાદી અને ખુશ થયેલી છે. આ ફિલ્મ હવે ૩૧મી ઓગષ્ટનાં દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે ફિલ્મો રહેલી છે પરંતુ હવે મોટા બેનરની ફિલ્મમાં તે નજરે પડી રહી છે.



આ ફિલ્મ સાથે તેની કેરિયરમાં તેજી આવી શકે છે. ફિલ્મનાં નવા ભાગમાં તે નજરે પડી રહી છે. બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથે સાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જો કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. ક્રિતિ આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે.

ક્રિતિ ગેસ્ટ ઇન લંડન ફિલ્મમાં નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી અજય દેવગનની ફિલ્મ અતિથી તુમ કબ જાઓગે ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. ફિલ્મમાં કાર્તિક આર્યન અને પરેશ રાવલની ભૂમિકા હતી. ક્રિતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે. ક્રિતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા ક્રિતિ કહે છે કે તે ફેક અભિનય કરતી નથી.