loader

Breaking News


Home > International > નુકસાનમાંથી બહાર નિકળવા પાક.ને એક લાખ કરોડની જરૂર


Foto

નુકસાનમાંથી બહાર નિકળવા પાક.ને એક લાખ કરોડની જરૂર

Dec. 26, 2018, 11:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ઈસ્લામાબાદ : યુદ્ધની સતત ધમકી આપનાર પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાનાં સૌથી ખરાબ તબક્કામાંથી બહાર નિકળી રહ્યુ છે. દેશનું આર્થિક નુકસાનનો આંકડો એટલી હદ સુધી વધી ગયો છે કે આના માટે હવે તેને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મદદ લેવાની ફરજ પડી શકે છે.



દરમિયાન વિશ્વ બેંકે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનને પોતાના ચાલુ ખાતાકીય ખાદ્યમાંથી બહાર નિકળવા માટે આશરે એક લાખ ૧૦ હજાર ૩૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકથી અલગ પાકિસ્તાની પ્રતિનિધીઓથી મળ્યા બાદ વિશ્વ બેંકે કહ્યુ હતુ કે બીજા દેશો સાથે કારોબારનાં મામલે પાકિસ્તાન વિપરિત સ્થિતીમાંથી પસાર થઇ રહ્યુ છે. જો સતત વધી રહેલા નાણાંકીય નુકસાનનાં આંકડાને રોકવામાં નહી આવે તો અર્થવ્યવસ્થા પર જોખમ આવી શકે છે. વર્લ્ડ બેંકનાં કહેવા મુજબ આ જ કારણસર પાકિસ્તાનને વિદેશી દેશોથી આર્થિક મદદથી ખુબ જરૂર છે. આગામી નાણાંકીય વર્ષ માટે તેની જીડીપી પૈકી પાંચથી છ ટકા હિસ્સો વિદેશથી મળનાર નાણાંકીય સહાયતા મારફતે પૂર્ણ કરવાની જરૂર પડનાર છે. પાકિસ્તાનનાં પ્રતિનિધીમંડળમાં નાણાં વિભાગનાં અધિકારીઓ પણ સામેલ હતા. જો કે બેઠક બાદ વર્લ્ડ બેંકે પાકિસ્તાનને સમર્થન જારી રાખવાની જાહેરાત કરી છે.