loader

Breaking News


Home > Sports > ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક ટી20 મેચ આજે


Foto

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક ટી20 મેચ આજે

Oct. 13, 2017, 6:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, હૈદરાબાદ : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સિરીઝની અંતિમ મેચ રમાશે. સિરીઝમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. આજની મેચ બંન્ને ટીમ માટે નિર્ણાયક મેચ રહેશે. ભારત માટે આ મેચ ખુબ જ મહત્વની છે. ગઇ મેચમાં જે ભૂલો ટીમ ઇંડિયાએ કરી છે તેને આ મેચમાં સુધારવાની સુનેહરી તક તેને મળી છે. જો ભારત આ મેચ જીતશે તો તે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત 4 સિરીઝ જીતવાનું કારનામુ કરશે. વળી બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટી-20 શ્રેણી જીતી વન ડે સિરીઝ હારવાનો બદલો લેવા માંગશે. આ મેચમાં વરસાદની સંભાવનાઓ ફેન્સની મજા બગાડી શકે છે.



ટીમ ઇંડિયા આ મેચમાં જીત મેળવે તો પ્રથમ વખત હશે જ્યારે તે ઓસ્ટ્રેલિયાને સતત ચાર બાઇલેટરલ ઇન્ટરનેશનલ સિરીઝ (ત્રણેય ફોર્મેટ)માં હરાવશે. ટીમ ઇંડિયાએ ઓસ્ટ્રેલિયા સામે રમેલી ગત ત્રણ સિરીઝમાં સતત જીત મેળવી છે. આ દરમિયાન તેને 2016માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં ટી-20 સિરીઝમાં 3-0થી હરાવ્યુ હતુ, અને હવે આ વર્ષે પોતાના દેશમાં ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી, તાજેતરમાં જ વન ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યુ હતું. ટીમ ઇંડીયાની આ નિર્ણાયક મેચમાં જીત, આવનારી ન્યુજીલેન્ડ સામેની સિરીઝમાં એક વિશ્વાસ અને સકારાત્મક વિચાર આપવામાં મદદરૂપ બની રહેશે.

જો કે ટીમ ઇંડીયાને વરસાદ જીતથી દૂર કરી શકે છે. આજની મેચ હૈદરાબાદમાં રમાવા જઇ રહી છે. હવામાન વિભાગે અહી વરસાદની આગાહી આપી છે. જો મેચ રમાશે તો એક સારો મુકાબલો ફેન્સને જોવા મળશે.

બંન્ને દેશોની સંભવીત ટીમ :

ભારત - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, મનિષ પાંડે, મહેન્દ્રસિંહ ધોની, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર

ઓસ્ટ્રેલિયા - ડેવિડ વોર્નર, એરોન ફ્રિન્ચ, ટ્રેવિસ હેડ, મોઇજે હેનરિક્સ, ડેનિયલ ક્રિશ્ચિયન, ટીમ પેન, ગ્લેન મેક્સવેલ, નેથન કુલ્ટર નાઇલ, એડમ જમ્પા, જેસન બેહરર્ડોફ, એન્ડ્ર્યૂ ટાઇ

હાર્દિક શાહ