loader

Breaking News


Home > Sports > CWG માં ભારતને ત્રીજો ગોલ્ડ, વેઇટલિફ્ટિંગમાં સતીશ શિવાલિંગમે જીત્યો ગોલ્ડ મેડલ


Foto

CWG માં ભારતને ત્રીજો ગોલ્ડ, વેઇટલિફ્ટિંગમાં સતીશ શિવાલિંગમે જીત્યો ગોલ્ડ મેડલ

April 7, 2018, 12:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગોલ્ડકોસ્ટ : ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮ નાં ત્રીજા દિવસે વેઇટલિફ્ટર સતીશ શિવાલીન્ગમે પુરુષોની ૭૭ કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સતીશે સ્નેચમાં ૧૪૪ નો સર્વશ્રેષ્ટ વજન ઊંચક્યો તો બીજી બાજુ ક્લીન એન્ડ જર્કમાં ૧૭૩ નો સર્વશ્રેષ્ઠ વજન ઊંચક્યો હતો. બંને ભેગા કરીને તેમનો કુલ સ્કોર ૩૧૭ રહ્યો હતો. સતીશે ગોલ્ડ મેડલ જીતતાં જ ભારતનાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સહીત કુલ પાંચ મેડલ થઇ ગયા છે. ભારતે આ બધા મેડલ વેઇટલિફ્ટિંગમાં જીત્યાં છે.

ઉલ્લેખનીય છે કે કોમવવેલ્થ ગેમ્સમાં પહેલાં જ દિવસે ભારતને મોટી સફળતા મળી હતી. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ દેશને નિરાશ ન કરતા પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો તેમજ વેઈટલિફ્ટર ગુરુરાજા પુજારીને ગુરુવારે ૫૬ કિલો (મેન્સ) કેટેગરીમાં સિલ્વર મેડલ મળ્યો છે.મીરા એ કુલ ૧૯૬ કિલો ભાર ઉપાડીને ઈતિહાસ રચ્યો . ૨૦૧૪ ગ્લાસ્ગો કોમનવેલ્થ રમતમાં ચાનુએ ૪૮ કિલો વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો.