loader

Breaking News


Home > Gujarat > ભાવનગર દલિત હત્યાકાંડમાં પોલીસનો ફિલ્મી દાવો, હત્યા છેડતીને કારણે થઇ


Foto

ભાવનગર દલિત હત્યાકાંડમાં પોલીસનો ફિલ્મી દાવો, હત્યા છેડતીને કારણે થઇ

April 1, 2018, 6:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાવનગર : ભાવનગરનાં ટીમ્બિ ગામમાં એક દલિત યુવકને ઘોડો રાખવાનાં મુદ્દે અજાણ્યાં ઈસમોએ હત્યા કરી નાખી હતી.ગતિશીલ ગુજરાત મોડલમાં હવે દલિતોએ ઘોડો રાખવાનો પણ અધિકાર નથી તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. કોઈ એક વ્યક્તિનું ખૂન ઘોડો રાખવા જેવી બાબતે થઈ જાય તે રાજ્યમાં દલિતોની સ્થિતિ કેવી બદતર હશે તે વિચારવાલાયક વાત છે.

જો કે આ મામલે ભાવનગર SP એ પ્રેસ કોંફરન્સ કરીને જણાવ્યું હતું કે હત્યા ઘોડો રાખવા મુદ્દે નથી થઈ પરંતુ મૃતક યુવક છેડતી કરતો હોવાથી થઈ છે. જો કે અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે હત્યારાઓને પકડવાના બદલે પોલીસ મૃતક યુવાનની આબરૂ શુ કામ ઉછાળી રહી છે. પોલીસનો આ દાવો પણ એકદમ ફિલ્મી લાગી રહ્યો છે. આ બનાવ મુદ્દે ઉપરથી પ્રેશર આવ્યું હોય તેવુ પણ બની શકે. વધુમાં સરકાર દલિતો પરનાં અત્યાચારો ઓછા કરાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે, ઉનાકાંડના આરોપીઓ પણ એક પછી એક જામીન પર છૂટી રહ્યા છે ત્યારે દલિતો ભડકે નહી તે માટે મૃતક યુવાનની ઈજ્જત અને ચારિત્ર્ય ઉછડાવું યોગ્ય નથી.

પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડવાની કાર્યવાહી કરવાને બદલે પોતાનાં બચાવમાં પ્રેસ કોંફરન્સ કરી છે જે સમગ્ર મામલો શંકા ઉપજાવે તેમ છે. ચુકાદો અને હત્યા કયા કારણે થઈ તે જોવાનું કામ કોર્ટનું છે ત્યારે પોલીસ સરકારનાં ઈશારે આ રીતે કાર્યવાહી કરે તે કેટલા પ્રમાણમાં યોગ્ય છે.