loader

Breaking News


Home > Gujarat > જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં દલિત સમાજની યોજાઈ રેલી, ભાજપ પર કર્યા આકરા પ્રહાર


Foto

જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં દલિત સમાજની યોજાઈ રેલી, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Aug. 16, 2018, 3:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશના યુવાનેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં આજે ગાંધીનગર ખાતે ભાનુભાઇ વણકર આત્મદાહ કેસ પછી આપવામાં આવેલા વચનો પુરા ના થતાં સરકાર પાસે વચનોની ઉઘરાણી કરવા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં હજારોની સંખ્યામાં દલિતો જોડાયા હતા. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરત સરકાર માટે આ શરમથી ડૂબી મારવાની વાત છે કે અતિ ગંભીર ઘટનામાં ન્યાય માટે દલિત સમાજના લોકોને રેલી કરવી પડે છે.

વધુમાં મેવાણીએ જણાવ્યું હતું કે એક માણસ ત્રીજા વ્યક્તિની જમીન મળે તે લડત લડતા મરી ગયો પરંતુ રાજ્ય સરકારના પેટનું પાણી ના હલે તે ગુજરાતનાં પચાસ લાખ દલિતોનું અપમાન છે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮નાં રોજ પાટણ જલાના દદુખા ગામનાં દલતોની જમીનનાં વર્ષોથી સઘંર્ષ કરતા અગ્રણી દલિત કર્મશીલ ભાનુભાઈ વણકરને જ્યારે સરકારે કોઈ જવાબ ન જ આપ્યો ત્યારે હારીથાકીને તેમને આત્મવિલોપનનો માર્ગ અપનાવવો પડ્યો હતો.