loader

Breaking News


Home > National > દલિત પરીવારે વરઘોડો કાઢવો હોય તો 3 દિવસ પહેલા મંજૂરી લેવાનો તઘલઘી નિર્ણયથી દલિતો લાલઘૂમ


Foto

દલિત પરીવારે વરઘોડો કાઢવો હોય તો 3 દિવસ પહેલા મંજૂરી લેવાનો તઘલઘી નિર્ણયથી દલિતો લાલઘૂમ

May 7, 2018, 1:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ઉજ્જૈન : વર્ષોથી સામાજીક સમાનતા મેળવવાનાં સંઘર્ષ સાથે જીવતા દલિતો આજે પણ જાતિવાદનો ભોગ બની રહ્યા છે. ઉજ્જૈન જીલ્લાના મામલતદારે પોતાનાં ક્ષેત્રની ગ્રામ પંચાયતોને આદેશ આપ્યો હતો કે ગામમાં કોઈપણ દલિત પરિવારમાં લગ્ન અથવા બહારથી જાન આવવાની હોય તો તે અંગે ત્રણ દિવસ પહેલાં નજીકનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે. જો કે દલિત સંગઠનોનાં ભારે વિરોધ પછી ઉજ્જૈન કલેકટરે આ વિવાદિત નિર્ણય રદ કરી નાખ્યો હતો.

ઉજ્જૈન જિલ્લાનાં મહીદપુરના SDM એ ૧૬ એપ્રિલના રોજ તાલુકાના દરેક પંચાયત સચિવોને આદેશ કર્યો હતો કે અગાઉના અનુભવ અને વર્તમાનમાં નાગ ગુરાડીયા ગામની ઘટનાને નજરમાં રાખીને સમસ્ત ગ્રામ પંચાયતોના સચિવોને નિર્દેશ આપવામાં આવે છે કે તેમનાં ગ્રામ પંચાયત વિસ્તારમાં અનુસુચિત જાતિ. અનુસુચિત જનજાતિ, પછાત વર્ગના પરિવારોમાં લગ્ન થાય અથવા બહારથી જાન આવે તો તેની સૂચના ત્રણ દિવસ પહેલા આપી દેવાની રહેશે.

જો કે SDM ના આ તઘલખી નિર્ણયનો ડાળી સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો જેને કારણે કલેકટરનાં આદેશથી વિવાદિત નિર્ણય પાછો ખેંચી લેવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં જાતિગત અત્યાચારની ઘટનાઓ અટકાવવામાં રાજ્યની ભાજપ સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. જાતિવાદ દુર કરવાના સ્થાને તેમજ દલિતો પર અત્યાચાર કરનારા લોકો પર કાર્યવાહી કરવાને બદલે રાજ્ય સરકાર દલિતો પર તઘલખી ફરમાન ઠોકી બેસાડવા માંગે છે તેવો આક્ષેપ પણ લોકોએ કર્યો હતો.