loader

Breaking News


Home > Gujarat > EVM હટાવવા માટે ૧૨ માર્ચથી દાંડીયાત્રાની શરૂઆત થશે


Foto

EVM હટાવવા માટે ૧૨ માર્ચથી દાંડીયાત્રાની શરૂઆત થશે

March 3, 2018, 11:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચુંટણી સમયે EVM માં ભારે ગરબડ ઘોટાળા સામે આવ્યાં હતા. આ મુદ્દે EVM હટાવો લોકતંત્ર બચાવો અભિયાન અંતર્ગત દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનાં આગેવાનોના જણાવ્યા મુજબ જનતાહવે જાગી રહી છે, ભાજપ EVM સાથે ચેડા કરીને ચુંટણીઓ જીતી રહી હોવાનું લોકોને લાગવા માંડ્યું છે.

આ દાંડીયાત્રા ૧૨ માર્ચ, સોમવારે ગાંધી આશ્રમથઈ શરુ થઈને દાંડી પહોંચશે. આયોજકોની માંગ મુજબ અમેરિકા ,જર્મની ,જાપાન ,આયર્લેન્ડ, કેલિફોર્નિયા સહિત મોટાભાગના દેશોમાં EVM હટાવવામાં આવ્યા છે અને બેલેટ પેપર થી ચૂંટણી થાય છે. તો ભારતમાં પણ ચૂંટણી પંચે લોકશાહીનાં મૂલ્યો સચવાય અને જનતાને ન્યાયિક પરિણામો મળે, શંકા-કુશંકાઓ થી પર પરિણામો મળે તે માટે બેલેટ પેપરથી ચૂંટણી કરવી જોઈએ.

લોકતંત્ર બચાવો સત્યાગ્રહ સમિતિ દ્વારા યોજવામાં આવેલ આ દાંડીયાત્રા અમદાવાદથઈ નીકળી પ્રથમ દિવસે બોરસદ ખાતે રાત્રીરોકાણ કરશે. ત્યારબાદ જંબુસર થઈ સુરત પહોંચીને રાત્રીરોકાણ કરી ત્રીજા દિવસે દાંડી પહોંચશે. ગાંધીજીના સત્યાગ્રહના માર્ગે લોકતંત્ર બચાવો અભિયાન શરુ કરવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.