loader

Breaking News


Home > National > ઉત્તર ભારતમાં આંધીનો ખતરો ટળ્યો, ૧૩ તારીખે રેતીના તોફાનની આગાહી આપવામાં આવી


Foto

ઉત્તર ભારતમાં આંધીનો ખતરો ટળ્યો, ૧૩ તારીખે રેતીના તોફાનની આગાહી આપવામાં આવી

May 9, 2018, 3:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : પ્રચંડ આંધી અને તોફાન તેમજ વરસાદને લઇને છેલ્લા બે દિવસથી તોળાઇ રહેલી ઘાત હાલ પુરતી તો ટળી ગઇ છે. આની અસર ચોક્કસપણે હરિયાણા અને દિલ્હી તેમજ અન્ય કેટલાક ભાગોમાં રહી હતી. પરંતુ હવે સ્થિતિ હળવી બની રહી છે.

જા કે ૧૩મી ફરી તોફાનની આશંકા છે. જેથી તંત્ર હાલમાં સાબદુ રહે તેવી શક્યતા છે. તોફાનનુ બે દિવસ સુધી એલર્ટ રહ્યુ હતુ અને સ્કુલ, કોલેજાને બંધ રાખવામાં આવી હતી. લોકો પણ સાવધાન રહ્યા હતા. લોકો પ્રચંડ તોફાન અંગે માહિતી મેળવતા નજરે પડ્યા હતા. આંધી અને ઠંડી હવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. બીજી બાજુ ચારધામની યાત્રા આડે અડચણો ઉભી થઇ ગઇ છે. કારણ કે આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ છે.

જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે આ વખતે ગરમી વધારે ઝડપથી વધી રહી છે. તાપમાન વધવાના કારણે વાતાવરણમાં નમી પણ છે. નમીના પ્રભાવના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ચક્રવાતી પવનની દહેશત રહેલી છે. ઓછા દબાણવાળા વિસ્તારો પણ સક્રિય થઇ રહ્યા છે.