loader

Breaking News


Home > Gujarat > રખડતા ઢોરોથી પાટનગર વાસીઓ ત્રસ્ત, શહેરનાં મુખ્ય માર્ગ પર વાહન ચલાવવું બન્યું ખતરનાક


Foto

રખડતા ઢોરોથી પાટનગર વાસીઓ ત્રસ્ત, શહેરનાં મુખ્ય માર્ગ પર વાહન ચલાવવું બન્યું ખતરનાક

Aug. 1, 2018, 11:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું પાટનગર ગાંધીનગર હરિયાળી અને સ્વચ્છતાને લઇને ઘણુ વખણાય છે. આ શહેર પોતાના પહોળા રોડ-રસ્તાને લઇને સૌનું ધ્યાન પોતાની તરફ ખેચે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીનાં રોડ-રસ્તાઓ પર ઢોરોએ પણ પોતાનું ધ્યાન ખેચ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ગાયોએ જાણે રસ્તાને પોતાનું ગઢ બનાવ્યુ છે. ઘણીવાર શહેરનાં મુખ્ય રોડ કહેવાતા ‘ઘ’ અને ‘ચ’ રોડ પર ગાયો ઉભી રહી જતી કે બેસી જતી નજરે ચઠે છે. જેના કારણે મુસાફરોને વાહનો ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.




ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોએ રસ્તાને પોતાનો આવાસ બનાવ્યો છે. રોડ-રસ્તા પર ગાયો ઘણીવાર ટોળુ બનાવીને બેસી જાય છે. શહેરનાં મુખ્ય માર્ગો પર ગાયોનો ત્રાસ વધતા શહેરીજનોને વાહન ચલાવવામાં ભારે તકલીફો પડી રહી છે. જ્યારે બીજી તરફ તંત્ર આ જાણતા હોવા છતા આંખ આડા કાન કરી રહ્યું હોય તેવુ જનમુખે ચર્ચાઇ પણ રહ્યુ છે.

આજથી ત્રણ મહિના પહેલા ગાંધીનગર અમદાવાદ હાઇ-વે પર એક અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ હતુ જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મૌત થયુ હતુ. તેની મૌત બાદ સામે આવ્યુ કે તેની મૌત રસ્તા વચ્ચે અચાનક ગાય આવી જવાને કારણે થઇ હતી. જો કે અંતે તે પણ સામે આવ્યુ હતુ કે તે બાઇક ચાલકની સ્પીડ વધુ હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર શહેરીજનો આ રખડતા ઢોરોથી ત્રાસી જતા તંત્રને કહી રહ્યા છે કે હવે પછી કોણ ભોગ બનશે શું તેની રાહ જોવાની છે?