loader

Breaking News


Home > Gujarat > ડાંન્સ ટીચર દ્વારા સગીરા સાથે શારીરિક છેડતી કરાઇ, ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચરચાર


Foto

ડાંન્સ ટીચર દ્વારા સગીરા સાથે શારીરિક છેડતી કરાઇ, ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચરચાર

May 16, 2018, 1:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક ડાંન્સ ટીચર દ્વારા ૧૨ વર્ષની એક સગીરાને ડાંન્સ શીખવાડવાનાં બહાને શારીરિક અડપલાં અને જાતીય સતામણી કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.



સગીરા તરફથી ડાંન્સ ટીચરની આ હરકત અંગે ઘેર જાણ કરવામાં આવતાં આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ અંગેની ફરિયાદનાં આધારે પોલીસે આરોપી ડાંન્સ ટીચરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરનાં નારોલ વિસ્તારમાં આવેલા આર.જે.ડાંન્સ એકેડમીમાં એક સ્થાનિક ૧૨ વર્ષીય સગીરા ડાંન્સ શીખવા આવતી હતી, ડાંન્સ એકેડમીનાં ડાંન્સ ટીચર દ્વારા સગીરા પર નજર બગાડવામાં આવી હતી અને તેને ડાંન્સ શીખવવાના બહાને તેણીની સાથે શારીરિક અડપલાં અને જાતીય સતામણી કરવામાં આવી હતી. સગીરા ડાંન્સ ટીચરની આ હરકતથી નારાજ થઇ હતી અને બાદમાં ઘેર પોતાની માતાને સમગ્ર ઘટના અંગે વાત કરી દીધી હતી. જેથી ડાંન્સ ટીચરની આ કરતૂતનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

૧૨ વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલાંની ફરિયાદનાં પ્રકરણમાં પોલીસે આરોપી ડાંન્સ ટીચરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ડાંન્સ એકેડમીનાં અન્ય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.