loader

Breaking News


Home > National > ન્યૂઝ ચેનલ પર લોકોનાં ભવિષ્ય બતાવતા દાંતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ


Foto

ન્યૂઝ ચેનલ પર લોકોનાં ભવિષ્ય બતાવતા દાંતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ

June 16, 2018, 12:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ પર લોકોનાં ભવિષ્ય બતાવતા દાંતી મહારાજ પર રેપનો આરોપ લાગ્યો છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ, દિલ્હી પોલીસની ટીમ આજે પીડિતાની સાથે રાજસ્થાનનાં પાલી આશ્રમમાં જઇ શકે છે. પીડીતાનાં કહેવા અનુસાર ૨૦૧૬માં દાંતી મહારાજ અને તેમના ભક્તોએ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા હતા. પોલીસે પીડિતાનાં નિવેદન પર તપાસ શરૂ કરી દીધી છે.



પીડિતાએ પોલીસને જણાવ્યુ હતુ કે, દાંતી મહારજે બે વર્ષ પહેલા બે વખત દુષ્કર્મ કર્યો હતો. તેણે વધુમાં જણાવ્યુ કે, પ્રથમવાર દિલ્હીનાં ફતેહપુર બેરીનાં આશ્રમમાં અને બીજી વખત રાજસ્થાનનાં પાલી જીલ્લામાં આવેલા આલાવાસ આક્ષમમાં મારી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ. દાંતી મહારાજનાં આશ્રમ પર દિલ્હી પોલીસે ગુરવારનાં રોજ છાપા માર્યા હતા. દરમિયાન પોલીસને દાંતી મહારાજ વિરુદ્ધ સાબિતીઓ મળી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. શરૂઆતની તપાસમાં પોલીસને જાણવા મળ્યુ છે કે, દાંતી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા બે રૂમમાં તે આરામ કરતા હોય છે અને તે જ કારણે આ આશ્રમનાં રૂમ એકાંતમાં બનાવવામાં આવ્યા છે. પોલીસનાં કહેવા અનુસાર આ રૂમમાં ગુફા જેવી આકૃતિઓ બનેલી છે પણ અહી ગુફાઓ નથી.


પીડિતા બે વર્ષ પહેલા આ આશ્રમમાંથી ભાગી ગઇ હતી અને લાંબા સમયથી હતાશ હતી. હતાશાથી બહાર આવ્યા બાદ તેણે આ સમગ્ર બાબત તેના માતા-પિતાને કહી હતી. ત્યાર બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના સામે આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે દેશમાં લોકોની આસ્થા સાથે રમત રમતા બાબાઓનાં કારણે સ્વચ્છ મનથી ભરેલા સંતો પર લોકોનો વિશ્વાસ ઓછો થઇ ગયો છે. વિશ્વમાં ભારત એકમાત્ર દેશ છે જ્યા સંતોને ભગવાનનાં સ્થાન પર રાખી લોકો તેમને પૂજતા જોવા મળે છે. ત્યારે એક પછી એક ઢોંગી બાબાઓનાં દુષ્કર્મો સામે આવતા લોકોમાં સંતો પ્રત્યેનું વલણ બદલાય તો કોઇ નવાઇ નહી.