loader

Breaking News


Home > Gujarat > પ્રજાનાં પ્રશ્ને રિલાયન્સ સામે બાથ ભીડવતા આ ધારાસભ્ય ડેરનું ભારે ડેરિંગ


Foto

પ્રજાનાં પ્રશ્ને રિલાયન્સ સામે બાથ ભીડવતા આ ધારાસભ્ય ડેરનું ભારે ડેરિંગ

April 27, 2018, 2:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમરેલી : અમરેલીનું પીપાવાવ પોર્ટ પર આવેલી રિલાયન્સ નેવલ કંપની વિવાદમાં સપડાઈ છે. કંપનીએ બાકી રહેલું ચુકવણું કામદારો અને કોન્ટ્રાક્ટરોને ના આપતાં હવે તેની વિરુદ્ધ ધારાસભ્ય અંબરીશ ડેર ધરણા કરશે. ઉલ્લેખનીય છે કે પીપાવાવ શિપયાર્ડ રિલાયન્સ નેવેલે ખરીદી લીધેલ છે.

જો કે ખરીદ્યા બાદ કંપનીએ ૪ હજારથી પણ વધુ કામદારોને છુટા કરી દીધા હતા જેમનો ૬ મહિનાનો પગાર બાકી હતો. પાછળથી કામદારોને આ પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો. વધુમાં કામદારો સિવાય કોન્ટ્રાક્ટર્સ અને વેન્ડર્સને ૬૦ કરોડ રૂપિયાની ચુકવણી બાકી છે જેને લઈને કોન્ટ્રાક્ટર્સ ૪૫ દિવસથી ધરણા કરી રહ્યા છે પરંતુ આજે પોલીસે આવીને તેમને અટકાવ્યા હતા.

આ મુદ્દે હવે ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું કે રિલાયન્સ કંપનીએ ખાનગી જગ્યામાં પાઈપલાઈન નાખી છે તે અંગે પોલીસ પણ ફરિયાદ લેતી નથી. વધુમાં આ કંપનીએ બાકી નીકળતા નાણા પણ હજુ ચૂકવી નથી શકી ત્યારે આ મુદ્દે મંજુરી વગર ધરણા યોજ્યા હતા તેમજ પોલીસને ધરપકડ કરવી હોય તો કરી લે તેમ કહ્યું હતું.