loader

Breaking News


Home > Bollywood > શ્રીદેવીનાં નિધનથી બોલીવુડ ઘેરા આઘાતમાં, ફિલ્મ સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું


Foto

શ્રીદેવીનાં નિધનથી બોલીવુડ ઘેરા આઘાતમાં, ફિલ્મ સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

Feb. 26, 2018, 1:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન શ્રીદેવીનું હૃદય હુમલાને કારણે ૫૪ વર્ષની વયે નિધન થયું છે.ભારતમાં અને બોલીવુડમાં શ્રીદેવીનાં લાખો ચાહકો અને બોલીવુડ આઘાતમાં સરી પડ્યું હતું.શ્રીદેવી દુબઈમાં પતિ બોની અને બંને પુત્રીઓ સાથે પરિવારના એક સભ્યનાં લગ્નપ્રસંગમાં ગઈ હતી,દરમિયાન મોડી રાત્રે અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો જેને કારણે સ્થળ પર જ તેમનું નિધન થયું હતું.

૧૩ ઓગસ્ટ ૧૯૬૩નાં રોજ તમિલનાડુમાં જન્મેલી શ્રીદેવીએ પોતાનાં શાનદાર અભિનયથી દેશભરમાં લાખો ફિલ્મચાહકોનાં દિલમાં આદરભર્યું સ્થાન જમાવ્યું હતું.૧૯૬૯માં થુનાઇવાન નામની તમિલ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી.બોલીવુડમાંમાં તેની પ્રથમ ફિલ્મ ૧૯૭૮માં આવેલી સોલવા સાલ હતી.ત્યારબાદ જમ્પિંગ જેક તરીકે જાણીતા જિતેન્દ્ર સાથે હિમ્મતવાલામાં સાથે કામ કર્યું અને શ્રીદેવી ખુબ પ્રખ્યાત થઇ હતી.

હિમ્મતવાલા બાદ શ્રીદેવીએ મવાલી, તોફા, મિસ્ટર ઇન્ડિયા, ચાંદની જેવી ફિલ્મો આપી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઇ.તેમણે આ ઉપરાંત હટકે જેવી અને મસાલા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું જેમાં કમલ હસન સાથે આવેલી "સદમા" હતી. આ ઉપરાંત લમ્હે, ચાલબાઝ, આખરી રાસ્તા વગેરે ફિલ્મોને કારણે શ્રીદેવી બોલીવુડનાં નંબર વન અભિનેત્રી બની ગયા હતાં.બોની કપૂર સાથે સાથે લગ્ન કર્યા બાદ ૧૫ વર્ષ સુધી તેઓ ફિલ્મોથી દૂર રહ્યાં હતાં. જોકે ૧૫ વર્ષ બાદ ફરી હિમત દેખાડતા ૨૦૧૨માં આવેલી ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મથી શાનદાર કમબેક કર્યું હતું.જેમાં તે એક ગૃહિણીનાં પાત્રમાં જોવાં મળી હતી.આ ફિલ્મે દેશમાં ખુબ ચર્ચા જગાવી હતી.ગયા વર્ષે તેણે મોમ ફિલ્મમાં કામ કર્યું હતું.આ ફિલ્મ તેણે પોતાનાં દમ પર હીટ આપી પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપી દીધો હતો.શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ ઝીરોમાં તેમણે એક્ટિંગ કરી છે, જે ડીસેમ્બરમાં રીલીઝ થશે.

શ્રીદેવીનાં નિધનના સમાચાર મળતાં જ બોલીવુડનાં કલાકારો જેમ કે અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા, સુષ્મિતા સેન , સિદ્ધાર્થ મલ્હોત્રા, રીતેશ દેશમુખે ટ્વીતર પર શ્રદ્ધાંજલી આપી હતી.અમિતાભની એક ટ્વીટ ખુબ ચર્ચામાં રહી તેણે જણાવ્યું કે મને ખબર નહિ આજે ખુબ ગભરામણ થઇ રહી છે.આ ટ્વીટ સાચી પડી અને મોડી રાત્રે દુબઈમાં શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી.શ્રીદેવી પોતાની પુત્રીની પહેલી ફિલ્મ પણ નાં જોઈ શકી અને આ ફાની દુનિયા છોડી ગઈ.મુંબઈમાં સોમવારે શ્રીદેવીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.