loader

Breaking News


Home > Gujarat > શાળાઓની ફી મુદ્દે વાલીઓ સરકાર સામે લડી લેવાના મુડમાં, ૯ તારીખે સચિવાલય ઘેરવાનું આહ્વાન અપાયું


Foto

શાળાઓની ફી મુદ્દે વાલીઓ સરકાર સામે લડી લેવાના મુડમાં, ૯ તારીખે સચિવાલય ઘેરવાનું આહ્વાન અપાયું

March 3, 2018, 12:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં વધતી જતી શાળાઓની ફી ને લઈને હવે વાલીઓ લડી લેવાના મુડમાં છે. હાલમાં વોટ્સએપમાં ફરી રહેલા મેસેજ મુજબ વાલીઓ દ્વારા ૯ માર્ચનાં રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે કરવેરાઓનો સખત વધારો થયો છે, મોંઘવારી સતત વધી રહી છે તેમજ ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. શિક્ષણ મેળવવું વાલીઓની જવાબદારી, ફરજ અને મજબુરી છે.

તેઓએ આક્ષેપ કર્યો હતો કે રાજકારણીઓ, ધારાસભ્યો, ભાજપ, કોંગ્રેસ, સંસદસભ્યો, આર.એસ.એસ., વિશ્વ હિન્દુ પરીષદ, એ.બી.વી.પી., એન.એસ.યુ.આઇ. અને ધાર્મિક સંતો મંહતો, સ્વામીઓ, મોટા કથાકારો, ભાગવતાચાર્યો, જેવા સમાજના અગ્રગણ્ય જવાબદારો શિક્ષણના વેપારને બંધ કરાવવા એકવાર પણ એક શબ્દ બોલતા નથી.

સોશિયલ મીડિયામાં ફરી રહેલા મેસેજ મુજબ ગુજરાતમાં ૭૫ લાખ વાલીઓ છે જે એક હજાર રૂપિયા પણ આપે તો સરકારને બેસાડી શકાય છે તેવું લખાણ લખેલું પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં દિનપ્રતિદિન શિક્ષણનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. એકબાજુ ફીમાં નુકશાન પડે છે અને શાળાને નુકશાન જઈ રહ્યું છે તેવો લૂલો બચાવ કરીને કરોડો કમાતાં આ શિક્ષણ માફિયાઓની એકની સામે ૪ થી ૫ શાળાઓ કઈ રીતે થઇ ગઈ, IT વિભાગથી લઈને GST દ્વારા શિક્ષણ માફિયાઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તો જ આ નિષ્કર્ષ નીકળે તેવું પ્રજામાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.