loader

Breaking News


Home > Gujarat > આત્મવિલોપન કરનાર ભાનુભાઈનું મૃત્યુ, દલિત સમાજમાં ભારે આક્રોશ


Foto

આત્મવિલોપન કરનાર ભાનુભાઈનું મૃત્યુ, દલિત સમાજમાં ભારે આક્રોશ

Feb. 17, 2018, 10:32 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટણ કલેકટર કચેરી ખાતે ગરીબ દલિત પરિવારને જમીન મળે તે હેતુથી સતત અરજીઓ અને માંગ કર્યા બાદ પણ પ્ર્શાનનો ઉકેલ ના આવતા ઊંઝાનાં સામાજિક કાર્યકર ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યા બાદ તેઓને એપોલો હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. ગઈકાલે રાત્રે તેમનાં દેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

ગુજરાતનું વિકાસ મોડલ કેવું ખોખલું છે તેનો પુરાવો આ ઘટના આપે છે. વર્ષોથી ધક્કા ખવડાવ્યા બાદ, કલેકટરથી માંડીને મુખ્યમંત્રી સુધી અગણિત વખત માંગ ને લઈને રજૂઆત કર્યા બાદ પણ પોતાનું કામ નાં થતાં એક સામાન્ય માણસે પોતાની જાતને જાળવી પડે તે આજના સમયમાં સરકાર અને તંત્ર માટે શરમજનક ઘટના છે. દલિત કાર્યકર ભાનુભાઈનું મૃત્યુ થતાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ શનિવારે મહેસાણા - અમદાવાદ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. વધુમાં પાટણમાં અપાયેલ બંધનાં એલાનને પગલે બજાર પણ સજ્જડ બંધ રહ્યું હતું.