loader

Breaking News


Home > Bollywood > સૌથી વધુ કમાણી કરનારમાં દિપિકા અને પ્રિયંકા સામેલ


Foto

સૌથી વધુ કમાણી કરનારમાં દિપિકા અને પ્રિયંકા સામેલ

Sept. 1, 2017, 3:23 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ વિશ્વ પ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝીન દ્વારા વર્ષ ૨૦૧૭માં સૌથી વધારે કમાણી કરનાર બોલિવુડના ટોપના ૧૦ કલાકારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં બે અભિનેત્રીઓ જ સ્થાન મેળવી શકી છે. જેમાં દિપિકા અને પ્રિયંકા ચોપડાનો સમાવેશ થાય છે.

યાદીમાં પ્રથમ સ્થાન પર રઇસ ફેઇમ કિંગ ખાન શાહરૂખ ખાન છે. દિપિકા ૧.૧૦ કરોડ ડોલરની કમાણીની સાથે છટ્ઠા સ્થાન પર છે. જ્યારે પ્રિયંકા ચોપડા અને રણવીર સિંહ એક કરોડ ડોલરની કમાણી સાથે સયુક્ત રીતે સાતમા સ્થાને છે.દિપિકા અને પ્રિયંકા ચોપડા બન્ને હોલિવુડમાં પણ પોતાની ફિલ્મી કેરિયર શરૂ કરી ચુકી છે.



ફોર્બ્સના કહેવા મુજબ શાહરૂખ ખાને અક્ષય કુમાર અને આમીર ખાનને પાછળ છોડી દીધા છે. સલમાન પણ પાછળ છે. જા કે શાહરૂખની કેટલીક ફિલ્મો ફેન, દિલવાલે, જબ હેરી મેટ સેજલ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.

શાહરૂખ ખાને જાહેરાત અને પોતાની રેડ ચિલિના સફળ પ્રોજેક્ટના કારણે પહેલી જુન ૨૦૧૬થી પહેલી જુન ૨૦૧૭ વચ્ચે ૩.૮ કરોડ ડોલરની કમાણી કરી છે. સલમાન યાદીમાં તેનાથી વધુ પાછળ નથી. સલમાન ૩.૭ કરોડ ડોલરની કમાણી સાથે બીજા સ્થાને છે. સલમાને જાહેરાતોની સાથે સાથે સુલ્તાનની સફળતાથી જંગી કમાણી કરી છે. ખાન બાદ યાદીમાં ત્રીજા સ્થાને અક્ષય કુમાર છે. ખિલાડી સ્ટારે ૩.૫૫ કરોડ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.

આમીર ખાન ૧.૨૫ કરોડ ડોલરની સાથે ચોથા સ્થાને છે. અભિનેતા રિતિક રોશન ૧.૧૫ કરોડ ડોલરની સાથે પાંચમાં સ્થાને છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ૯૦ લાખ ડોલર અને રણબીર કપુર ૮૫ લવાખ ડોલરની સાથે ક્રમશ નવમાં અને દસમાં સ્થાને છે. શાહરૂખ, સલમાન અને અક્ષય કુમાર દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર સ્ટારમાં પણ સામેલ છે.