loader

Breaking News


Home > National > IAS અધિકારીઓને કામ પર પાછા ફરવા દિલ્હીનાં સીએમનો આગ્રહ


Foto

IAS અધિકારીઓને કામ પર પાછા ફરવા દિલ્હીનાં સીએમનો આગ્રહ

June 18, 2018, 11:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીમાં ચાલી રહેલા રાજનીતિક ઉઠા પઠી સામે અરવિંદ કેજરીવાલે આઇએએસ અધિકારીઓને આશ્વાસન આપતા કામ પર પાછા ફરવા અને મંત્રીઓની બેઠકમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. કેજરીવાલે ટ્વીટ કરતા જણાવ્યું હતુ કે, હુ તેમને આશ્વત કરવા માંગુ છુ કે હુ મારી શક્તિ અને ઉપલબ્ધ સંસાધનની મદદથી તેમની સુરક્ષા નિશ્ચિત કરીશ. હુ આ પહેલા પણ ઘણા અધિકારીઓને આ પ્રકારનું આશ્વાસન આપ્યુ ચુક્યો છુ, જેમણે મારી સાથે એકાંતમાં મુલાકાત કરી હતી. હુ એ વાતને ફરી કહી રહ્યો છુ.દેશની રાજધાની દિલ્હીમાં આઇએએસ ઓફિસર પોતાની સુરક્ષાની માંગ ઉઠાવી રહ્યા છે. રવિવારે આયોજીત એક સંવાદદાતા સંમેલ્લનમાં આઇએએસ ઓફિસર એસોસિએશને કહ્યુ કે, આ સરકારમાં પોતાની સુરક્ષાને લઇને ભયનું વાતાવરણ છે. સાથે તેમણે જણાવ્યું કે, નૌકરશાહો પર હુમલાનાં મામલે દિલ્હીનાં મુખ્યમંત્રી તરફથી કોઇ આશ્વાસન મળ્યુ નથી. જો અમને સુરક્ષા મળશે તો જ અમે બેઠકમાં ભાગ લઇશું. બીજી તરફ અરવિંદ કેજરીવાલે અધિકારીઓને સુરક્ષાનો ભરોસો અપાવ્યો અને આગ્રહ કર્યો કે તેઓ સરકારનો બહિષ્કાર કરવાનું બંધ કરે અને મંત્રીઓ સાથે બેઠક શરૂ કરે, વધુમાં તેમણે જણાવ્યું કે, તેમણે નિર્ભયતા અને કોઇ પણ દબાવ વિના કામ કરવુ જોઇએ.