loader

Breaking News


Home > National > દિલ્હીમાં 11 લોકોની સામુહિક આત્મહત્યાનો મામલો ગૂંચવાયો, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ


Foto

દિલ્હીમાં 11 લોકોની સામુહિક આત્મહત્યાનો મામલો ગૂંચવાયો, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ

July 3, 2018, 4:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીના બુરાડીના સંતનગર વિસ્તારમાં એક જ પરિવારના ૧૧ લોકોની સામૂહિક આત્મહત્યાના મામલામાં અનેક પ્રકારની દુવિધાઓ હજુ પણ પ્રવર્તી રહી છે. અનેક પ્રશ્નોના જવાબ મલી રહ્યા નથી. કેટલીક વિગતો પણ સપાટી ઉપર આવી છે. એકબાજુ આ આપઘાતની ઘટનાથી દેશના લોકો આશ્ચર્યમાં છે ત્યારે પરિવારના સભ્યો આને આત્મહત્યા માનવા માટે તૈયાર નથી.

મૃતકના ભાઈ લલિત અને ભુપીની બહેન સુજાતાએ કહ્યું છે કે, તેમના પરિવારમાં કોઇ પરેશાની ન હતી. આ હત્યાનો મામલો છે. થોડાક દિવસમાં જ ઘરમાં ભત્રીજીના લગ્ન થનાર હતા. પરિવારના સભ્યો આને લઇને ઉત્સાહિત હતા. પોલીસ કેસ બંધ કરવાને લઇને આ પ્રકારનો મુદ્દો ઉઠાવી રહી છે. અંધવિશ્વાસ અને તંત્ર-મંત્રના ચક્કરમાં પરિવારના લોકો સામેલ ન હતા. લોકો અંધવિશ્વાસની વાતો કરી રહ્યા છે પરંતુ આવું કંઇ હતું નથી. પરિવારના લોકો ધાર્મિક હતા પરંતુ તે બાબા તંત્ર-મંત્રના ચક્કરમાં ન હતા. પરિવારમાં તમામ લોકો ખુશ હતા. તેમના ઉપર કોઇ દબાણ ન હતું.

સુજાતાનું કહેવું છે કે, પાઠ પૂજા તમામ લોકો કરતા રહે છે. મોક્ષ અને આત્મહત્યા વચ્ચે કોઇ કનેક્શનને લઇને પરિવારના લોકો ઇન્કાર કરી રહ્યા છે. કોઇ બાબાને આ લોકો માનતા ન હતા. ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર દિલ્હીના બુરાડીના સંતનગર વિસ્તારમા ગઇકાલે રવિવારે સવારે એક સાથે ૧૧ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.