loader

Breaking News


Home > National > દિલ્હી - યુપી બોર્ડર પર ઘમાસાણ, ખેડૂતો પર પોલીસે કર્યો લાઠીચાર્જ


Foto

દિલ્હી - યુપી બોર્ડર પર ઘમાસાણ, ખેડૂતો પર પોલીસે કર્યો લાઠીચાર્જ

Oct. 2, 2018, 1:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયનનાં નેતૃત્વમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચવાની કોશિશ કરી રહયા છે પરંતુ તેઓને યુપી બોર્ડર પર જ રોકી દેવામાં આવ્યા છે. ગાજીપુર બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક ઝપાઝપી પણ થઇ હતી. નારાજ ખેડૂતોને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.

વીજળી રેટમાં ઘટાડો અને દેવામાફી જેવી માંગોને લઈને આ ખેડૂતો દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકવા માટે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે હાલત બેકાબુ થતી જોઈને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો આ ઉપરાંત ટીયરગેસનાં સેલ પણ છોડ્યા હતા. જો કે ત્યારબાદ પણ ખેડૂતો પોતાની માંગો પર અડગ રહ્યાં હતા અને બેરિકેડ તોડીને દિલ્હીમાં ઘૂસવાની કોશિશ કરી હતી જેને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

દિલ્હી - યુપી સરહદને સીલ કરી દેવામાં આવી છે તેમજ મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હીમાં કલમ - 144 લાગુ કરી દેવામાં આવી છે. દેવામાફી અને વીજળી બિલના ભાવ કરવા જેવી માંગણીઓને લઈને ખેડૂત ક્રાંતિ પદયાત્રા 23 સપ્ટેમ્બરનાં રોજ હરદ્વારથી શરુ થઇ હતી.