loader

Breaking News


Home > National > દિલ્હી : ઘરમાં એક સાથે ૧૧ લાશ મળવાનું રહસ્ય હજુપણ અકબંધ


Foto

દિલ્હી : ઘરમાં એક સાથે ૧૧ લાશ મળવાનું રહસ્ય હજુપણ અકબંધ

July 2, 2018, 11:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાજધાની દિલ્હીનાં બુરાડી વિસ્તારનાં સંત નગરનાં એક ઘરમાં રવિવારે એક સાથે ૧૧ લોકોની સામુહિક આત્મહત્યાથી સનસની ફેલાઈ ગઈ છે. મૃતકોમાંથી નવ લોકોની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને તે ઘરના પહેલા માળની લોબીની જાળી સાથે લટકેલા હતા. એક મહિલાની લાશ રૂમના દરવાજા આગળ લટકેલ હતી જયારે વૃદ્ધ મહિલાની લાશ અન્ય રૂમમાં જમીન પર પડેલી હતી. પોલીસને કાળા જાદુનાં ચક્કરમાં આ હત્યા કરવામાં આવી છે તેવો અંદેશો છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી દીધી છે.

બુરાડી કાંડમાં પોલીસને કાળા જાદુનો શક છે. પોલીસ આ મુદ્દાને આધાર બનાવીને મામલાની તપાસ કરી રહી છે. પોલીસે ભાટિયા પરિવારની એક ડાયરી પણ જપ્ત કરી છે જેમાં ભગવાનના દર્શન કરવા માટે દસ વાત પણ લખેલ છે. આ ડાયરી ઘરમાં બનેલા પુજાના રૂમમાં રાખવામાં આવી હતી. તેના આધારે પોલીસ હત્યાકાંડમાં તંત્ર - મંત્ર, કલયુગી બાબા અમે કળા જાદુની આશંકા વ્યક્ત કરી રહી છે.