loader

Breaking News


Home > National > દિલ્હીનાં IGI ટર્મિનલ 3 પર રોબોટ કરશે મુસાફરોનું સ્વાગત


Foto

દિલ્હીનાં IGI ટર્મિનલ 3 પર રોબોટ કરશે મુસાફરોનું સ્વાગત

June 1, 2018, 3:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ખુબ ટૂંકા સમયમાં રોબોટ દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ નંબર 3 પર કાર્યરત જોવા મળશે. આ રોબોટ વિસ્તારા એરલાઇન્સ મુકવાની છે. આ રોબોટ જુલાઈથી મુસાફરોને સેવા આપવા માટે ટર્મિનલ પર મુકવામાં આવશે. વધુમાં રોબોટ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલૉજીનો ઉપયોગ કરશે અને ગ્રાહકોના પ્રશ્નોનો જવાબ આપશે અને તેમનું મનોરંજન પણ કરશે.

જોકે હાલમાં રોબોટ્સ માત્ર બોર્ડિંગ પાસ, ટર્મિનલ, પ્રસ્થાન દ્વાર વિશે મુસાફરોને જાણ કરશે. આ ઉપરાંત, તેઓ પ્રવાસીઓને તેમના ગંતવ્ય શહેરમાં હવામાન વિશેની માહિતી પણ આપશે. એટલું જ નહીં, રોબોટ ફ્લાઇટની વાસ્તવિક સમયની પરિસ્થિતિને પણ જણાવશે.