loader

Breaking News


Home > Gujarat > ગઢવી સમાજના માતાજી પર ટિપ્પણી કરનારા લોકોને કડક સજા કરવાની મોગલ સેનાની માંગ


Foto

ગઢવી સમાજના માતાજી પર ટિપ્પણી કરનારા લોકોને કડક સજા કરવાની મોગલ સેનાની માંગ

June 12, 2018, 4:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ફેસબુકમાં ગયા અઠવાડિયે ચારણ - ગઢવી સમાજના માતાજી મોગલ માં વિષગે એલફેલ ટિપ્પણી કરતા મોગલ સેનાએ ગાંધીનગરમાં કલેકટરન એ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમુક લોકો દ્વાર ટિપ્પણી સમસ્ત વિશ્વમાં ફેલાયેલ ચારણ ગઢવી સમાજ અને હિન્દુધર્મના લોકોની ધાર્મિક આસ્થા તેમજ લાગણી દુભાવેલ છે તો આવા તત્વોને રોકવામાં નથી આવે તો ભવિષ્યની પેઢીને નુકશાન કરશે.

વધુમાં તેમણે કડક પગલાં લઈને આવેદનપત્રમાં સૂચિત કરાયેલ નામ વાળા વ્યક્તિઓને પકડીને સજા કરવામાં નહીં આવે તો મોગલ સેના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુમાં રાજપૂત યુવા વિકાસ પરિષદ, ગાંધીનગર દ્વારા પણ મોગલ સેનાને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.