loader

Breaking News


Home > National > જનધન ખાતામાં ડિપોઝીટનો આંકડો વધીને થયો ૮૦ હજાર કરોડ


Foto

જનધન ખાતામાં ડિપોઝીટનો આંકડો વધીને થયો ૮૦ હજાર કરોડ

June 9, 2018, 1:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જનધન ખાતામાં કુલ જમા રકમનો આંકડો વધીને ૮૦૦૦૦ કરોડનાં આંકડાને પાર કરી ગયો છે. આજે જારી કરવામાં આવેલા નવેસરનાં આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. વધુ લોકો આની સાથે જોડાયા છે. ફ્લેગશીપ ફાઈનાન્સિયલ ઇનક્લુસન પ્રોગ્રામમાં વધુને વધુ લોકો સામેલ થઇ રહ્યા છે.



માર્ચ ૨૦૧૭ બાદથી ડિપોઝિટમાં સ્થિર રીતે વધારો થઇ રહ્યો છે. નાણામંત્રાલયનાં આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ૧૧મી એપ્રિલ ૨૦૧૮નાં દિવસે આંકડો ૮૦૫૪૫.૭૦ કરોડનો હતો. પ્રધાનમંત્રી જનધન યોજના ખાતાઓ નોટબંધીનાં ગાળા દરમિયાન સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા. તે વખતે જનધન ખાતાઓમાં જમા કરવામાં આવેલી રકમમાં એકાએક વધારો થયો હતો. જનધન યોજનાની સફળતાની વાત કરતા વર્લ્ડ બેંકનાં ગ્લોબલ રિપોર્ટ નામથી જારી કરવામાં આવેલા નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જનધન ખાતા ઉપયોગ સાબિત થઇ રહ્યા છે. ભારતનાં ફાઈનાન્સિયલ ઇન્કલ્યુશનનાં પ્રયાસોની વર્લ્ડ બેંક દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. કારણ કે, ૫૫ ટકા નવા બેંક ખાતાઓ ભારતમાંથી ખુલ્યા છે. ફાઈનાન્સિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારે આ મુજબની વાત કરી છે.