loader

Breaking News


Home > Gujarat > નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પટેલ પર કર્યા પરોક્ષ પ્રહાર


Foto

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પટેલ પર કર્યા પરોક્ષ પ્રહાર

Sept. 13, 2018, 1:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે હાર્દિક પટેલ ઉપર ફરી એકવાર પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલની પરોક્ષરીતે ઝાટકણી પણ કાઢી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત સાથે જેને કોઇ પ્રકારનાં લેવા દેવા નથી તેમના હાથે હાર્દિકે પાણી પીધું છે પરંતુ હાર્દિકે નરેશ પટેલનાં આદરનો અનાદર કર્યો હતો. આને લઇને પહેલા પણ પ્રશ્નો ઉઠ્યા હતા અને આજે નીતિન પટેલે આખરે પ્રશ્ન કરી દીધો હતો. હાર્દિક પટેલે પારણા કર્યા બાદ અને આ અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ જાહેરાત કર્યાનાં થોડા સમયમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકનાં પારણાં અંગે પ્રતિક્રિયા આપી હતી.



આ દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સ્વયં પારણાં અંગે જાણકારી આપી. મોડે મોડે પણ પારણાં કરવાનો નિર્ણય સારો છે. હાર્દિકે સમાજનાં અગ્રણીઓની લાગણી દુભાવી છે. હાર્દિકે પારણાં કરવાનો થોડો મોડો નિર્ણય લીધો તેણે આ નિર્ણય પહેલાં કરવાની જરૂર હતી. મારે હાર્દિકને પૂછવું છે કે, જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધું? હાર્દિકે નરેશ પટેલનાં આદરનો અનાદર કર્યો છે. નીતિન પટેલે આગળ જણાવ્યું હતું કે, હાર્દિકે સરકારની સલાહ માની નહોતી. પાટીદાર સમાજનાં આગેવાનો સરકાર સાથે ચર્ચા કરે છે. સરકાર વ્યાજબી અને યોગ્ય મુદ્દાઓ સ્વીકારે છે. અમારી પાસે રાજ્યનો કોઈ પણ સમાજ પોતાની માંગણી કે મળવા આવે તો અમે તેમને સમય આપીએ છીએ. હાર્દિક પટેલનાં આ નિર્ણયની જાણ અમને આજે મળેલી મંત્રીમંડળની મીટિંગમાં થઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં શાંતિ સલામતી એક્તા અને એક્તાનો વ્યવહાર સારી રીતે ચાલે, અમારી પ્રજાલક્ષી કામગીરી, ખેડૂતલક્ષી, યુવાલક્ષી , મહિલાલક્ષી, સૌનો સાથ સૌનો વિકાસની કામગીરી પ્રજા આવકારી રહી છે.