loader

Breaking News


Home > Gujarat > આ સરકારી શાળામાં નાયબ કલેક્ટર પોતાનાં સંતાનને અભ્યાસ કરાવે છે


Foto

આ સરકારી શાળામાં નાયબ કલેક્ટર પોતાનાં સંતાનને અભ્યાસ કરાવે છે

June 16, 2018, 3:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, પાટણ : રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ ગંભીર છે ત્યારે સમાજમાં એક દાખલો બેસાડવા માટે પાટણ જિલ્લાના નાયબ કલેકટરે સરકારી શાળામાં પોતાના સંતાનનું એડમિશન કરાવ્યું છે. સિદ્ધપુરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલ આ ગણેશપુરાની સરકારી શાળામાં શહેરમાં વસવાટ કરતાં વાલીઓ પણ સ્પેશ્યલ રીક્ષા બંધાવીને પોતાના બાળકોને અહીં ભણવા માટે મોકલે છે.

શાળાની શૈક્ષણિક કામગીરીથી પ્રેરિત થઈને આ ગામના વિદેશમાં વસવાટ કરતા લોકોએ શાળાને કોમ્યુનિટી હોલ, લેપટોપ અને પ્રોજેક્ટર જેવી સુવિધાઓ ભેટમાં આપી છે. અન્ય શાળાના શિક્ષકો પણ અહીં પોતાના સંતાનો ભણે તે માટે લાઈનોમાં ઉભા રહેલા જોવા મળે છે. આ વર્ષે પણ લગભગ 61 જેટલા બાળકોએ ખાનગી શાળામાંથી એડમિશન કેન્સલ કરીને અહીં પ્રવેશ મેળવ્યો છે.