loader

Breaking News


Home > National > આક્ષેપો છતાંય રાફેલ ડિલને રદ નહીં થાય, અરૂણ જેટલીની સ્પષ્ટ વાત


Foto

આક્ષેપો છતાંય રાફેલ ડિલને રદ નહીં થાય, અરૂણ જેટલીની સ્પષ્ટ વાત

Sept. 24, 2018, 3:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદના નિવેદનના પરિણામ સ્વરૂપે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજીનો દોર જારી છે. તેમની વચ્ચે આરોપમાં મોટી રાજકીય લડાઈ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધી અને કોંગ્રેસે પ્રહારો કરીને તેમના રાજીનામાની માંગ કરી લીધા બાદ આ વિવાદોમાં નાણામંત્રી અરૂણ જેટલીએ પણ કુદી પડીને રાહુલ ગાંધીના આક્ષેપોને રદિયો આપ્યો છે.

જેટલીએ આક્ષેપ કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી અને ઓલાંદ વચ્ચે જુગલબંધી દેખાઈ રહી છે. રાહુલના એક જુના ટ્‌વીટવનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે તેમને પહેલાથી જ આ અંગે માહિતી હતી કે ઓલાંદ આ પ્રકારનું નિવેદન કરશે. જાકે નાણામંત્રીએ કહ્યું હતું કે આ બાબતમાં કોઈ પુરાવા નથી પરંતુ મનમાં પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. જેટલીએ ફેસબુક ઉપર એક નોટમાં લખીને નવા આક્ષેપો માટે રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા છે.

તેઓએ ઈન્ટરવ્યુમાં પણ આ અંગેની વાત કરી છે. જેટલીએ કહ્યું છે કે ઓલાંદના નિવેદન પારસ્પરિક વિરોધી છે. ઓલાંદના નિવેદન અને રાહુલ ગાંધીના ટ્‌વીટના યોજનાબદ્ધ રીતે આવ્યા છે. જેટલીએ ઓલાંદના નિવેદન અને રાહુલના ટ્‌વીટમાં કોઈ કનેકશન હોવા તરફ ઈશારો કર્યો છે. જેટલીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ પ્રકારના આક્ષેપોના પરિણામ સ્વરૂપે રાફેલ ડીલને કોઈપણ કિંમતે રદ કરવામાં આવશે નહીં.