loader

Breaking News


Home > National > સરકારે રોજ લક્ષ્યાંક બદલ્યા છતાં નોટબંધી સંપૂર્ણ નિષ્ફળ નીવડી : પી.ચિદમ્બરમ


Foto

સરકારે રોજ લક્ષ્યાંક બદલ્યા છતાં નોટબંધી સંપૂર્ણ નિષ્ફળ નીવડી : પી.ચિદમ્બરમ

Aug. 30, 2018, 9:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ નાણમંત્રી પી. ચિદમ્બરમે આ વાતને ફરી રિપીટ કરી છે કે પ્રધાનમનત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવેલ નોટબંધી પુરી રીતે નિષ્ફળ નીવડી છે. એક ચેનલ સાથેની મુલાકાતમાં ચિદમ્બરમે ભાજપ સરકારની કડક ટીકા કરતા જણાવ્યું હતું કે નોટબંધી મામલે સરકારે પોતાનું લક્ષ્ય રોજ બદલ્યું હતું.

ચિદમ્બરમે જણાવ્યું હતું કે એક નીતિગત સાધનના ભાગરૂપે નોટબંધી એકદમનીષફળ નીવડી છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેનાથી જાણકારી મળે છે કે નોટબંધી બાદ 99.3 ટકા જૂની નોટ્સ બેંકમાં પાછી આવી ગઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નોટબંધીને કારણે હજારો લઘુ ઉદ્યોગ એકમો બંધ થઇ ગયા હતા તેમજ લાખો નોકરીઓ ખતમ થઇ ગઈ હતી. ફક્ત તામિલનાડુમાં જ પાંચ લાખ લોકો બેરોજગાર થઇ ગયા હતા. દેશમાં નોટબંધી દરમિયાન 100 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.