loader

Breaking News


Home > Gujarat > ગુજરાત સરકારે પેટ્રોલનાં સતત ભાવ વધારા હોવા છતા વેરામાં ઘટાડો કરવાનો કર્યો ઇન્કાર


Foto

ગુજરાત સરકારે પેટ્રોલનાં સતત ભાવ વધારા હોવા છતા વેરામાં ઘટાડો કરવાનો કર્યો ઇન્કાર

Sept. 12, 2018, 1:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પેટ્રોલ ડીઝલનાં ભાવ બેકાબૂ થયેલા છે ત્યારે ગુજરાત સરકારે કોઇપણ રાહત આપવાનો આજે ઇન્કાર કરી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી અગાઉ વેટમાં ચાર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દેશનાં અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં વેટ અને સેસનાં દરો ખુબ ઓછા છે. ગુજરાતનાં નાણામંત્રી નીતિન પટેલે આજે કહ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલનાં વેરાનાં દરમાં કોઇ ઘટાડો કરવામાં આવનાર નથી. સરકારનાં આ નિવેદનથી સામાન્ય લોકોમાં નારાજગી ફેલાય તેવી શક્યતા છે.



દેશભરમાં હાલ પેટ્રોલ ડીઝલનાં ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પણ હવે હાથ ઉંચા કરી દીધા છે. નીતિન પટેલે કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાને લઇને આંતરરાષ્ટ્રીય સ્થિતિ જવાબદાર દેખાઈ રહી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૦મી ઓક્ટોબર ૨૦૧૭નાં દિવસે ગુજરાત સરકારે વેટનાં દરમાં ચાર ટકાનો ઘટાડો કર્યો હતો. હાલમાં કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ઉપર વેરો ઓછો લેવામાં આવે છે. પ્રજાને હાલમાં પરેશાની થઇ રહી છે પરંતુ ગુજરાત સરકારની તિજારી વેરાથી ઉભરાઈ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી, સેન્ટ્રલ વેટ અને અન્ય પ્રકારના વેરાની વસુલાત કરવામાં આવ્યા બાદ ગુજરાત સહિતનાં રાજ્યો દ્વારા પણ વેટ ઉપરાંત સેસ સહિતનાં વેરા વસુલ કરવામાં આવે છે જેના લીધે કિંમતોમાં વધારો થઇ જાય છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. ગુજરાતમાં પેટ્રોલનાં વેચાણનાં કારણે ત્રણ હજાર કરોડથી વધુ રૂપિયાની આવક થાય છે જ્યારે ડીઝલ ઉપર વેરાની વર્ષે ૮૦૦૦ કરોડ રૂપિયા કરતાની વધુની આવક થાય છે. નાણામંત્રી નીતિન પટેલનાં નિવેદનથી લોકોમાં ફરી એકવાર નિરાશા ફેલાઈ ગઈ છે.