loader

Breaking News


Home > National > નોર્મલ ચોમાસુ છતાં ૨૫૧ જિલ્લા પર દુષ્કાળનું સંકટ


Foto

નોર્મલ ચોમાસુ છતાં ૨૫૧ જિલ્લા પર દુષ્કાળનું સંકટ

Sept. 29, 2018, 5:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મોનસુનની સ્થિતિ રહી હોવા છતાં દેશના ૨૫૧થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળનું સંકટ તોળાઈ રહ્યું છે. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર, ગુજરાત અને તમિળનાડુ સહિત ૧૧થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૫૦ ટકાથી વધુ જિલ્લાઓમાં મોટાપાયેચ ઓછા વરસાદની સ્થિતિ તોળાઈ રહી છે.

જા એકંદરે રાષ્ટ્રવ્યાપી વરસાદ સપ્ટેમ્બરના ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે એક ટકાથી ઓછો રહ્યો છે. સદીમાં છઠ્ઠી મોનસુન સિઝન નિરાશાજનક દેખાઈ રહી છે. કર્ણાટકમાં પહેલાથી જ૩૦ જિલ્લાઓ પૈકીના ૨૩ જિલ્લાઓને ઓછા વરસાદના લીધે દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. આંધ્રપ્રદેશે છ જિલ્લાઓમાં ૨૭૪ બ્લોકને તીવ્ર દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. બીજી બાજુ બાડમેર અને જેસલમેર જિલ્લામાં સામાન્ય કરતા ૬૦ ટકાથી ઓછો વરસાદ થયો છે.

પશ્ચિમી રાજસ્થાનમાં પણ હાલત કફોડી બની ગઈ છે. એક દશક બાદ પણ સુસ્ક Âસ્થતિ સર્જાયેલી છે. મરાઠવાડા અને વિદર્ભ જે મહારાષ્ટ્રના ખુબ મહત્વપૂર્ણ વિસ્તારો છે ત્યાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ને પૂર્ણ થવા આડે ગણતરીના ત્રણ દિવસ રહ્યા છે ત્યારે નોર્મલ મોનસુનની સ્થિતિ દેખાઈ રહી છે. હાલમાં ચાલી રહેલા દક્ષિણ પશ્ચિમ મોનસુનની સત્તાવાર વિદાય આડે ત્રણ દિવસનો ગાળો રહ્યો છે.