loader

Breaking News


Home > Gujarat > લાખો રૂપિયાની ખરીદેલ દુકાનમાં પાણીવેરો ટેક્ષ લાઈટ બીલ ભરવા છતાં ગેરકાયદેસર


Foto

લાખો રૂપિયાની ખરીદેલ દુકાનમાં પાણીવેરો ટેક્ષ લાઈટ બીલ ભરવા છતાં ગેરકાયદેસર

Sept. 17, 2018, 3:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં મનપા દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શીયલ પ્રવૃત્તિ સામે લાલ આંક કરવામાં આવી છે. ત્યારે છેલ્લાં એક અઠવાડીયાથી દરેક સેક્ટરોમાં જઈને મનપાની ટીમો દ્વારા કોમર્શીયલ એકમોને નોટીસ ફટકારી છે. ત્યારે વેપારીઓની એક રજૂત હતી તેમાં પણ દમ છે જેમાં ઝુંપડાવાસીઓ વર્ષોથી રહેતાં હોય તો તેમને પાકા મકાન સરકાર દ્વારા બનાવી આપવામાં આવ્યા છે અને લારીગલ્લા ધારકો જે રોજગારી મેળવતા હતા તેમને માટે ઘ-૫ ખાણીપીણી બજાર, મીનાબજરા, સે.૧૭-૨૨, સે.૬,૨૪,૧૬ તથા સે.૨૮ ગાર્ડન પાસેથી ૧ હજારથી પણ વધુ દુકાનો બનાવી આપવામાં આવી છે. ત્યારે અમારો વાંક કે ગુનો શું ? અમે પણ હવે લોર્ડીંગ રીક્ષા કે લારી લઈને ધંધો કરવા માંડીએ તેવો સણસણતો સવાલ દબાણ કરોએ કર્યો છે.

ગાંધીનગર શહેરમાં ટ્રાફિકના મુદ્દે શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ હવે રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શીયલ પ્રવૃત્તિ સુધી પહોંચી ગઈ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ભણેલો વર્ગની સંખ્યા તોતીંગ વધારો થયો છે. અને બેકારીમાં પણ વદારો થતાં અને જીઆઈડીસી પમ બંધ હાલતમાં રહેતા આખરે કર્માચરીઓના પુત્રોએ નાનો એવો ધંધો કરીને રોજગારી મેળવવા રહેણઆંક વલિસતામરાં કોમર્શીયલ પ્રવૃત્તિ શરૂ કરી હતી. પણ જે ખરેખર નુકસાન કરતાં છે તેવા દવાખઆના વર્ષોથી ચાલે છે. તેને હટાવવા અને બંધ કરાવવા તંત્રએ ક્યારેય કમર કસી નથી એસ.૨૪ના નાનો વર્ગના તમામ દબાણોનો સફાયો થયો ત્યાં સુધી કોઈ રાજકારણી કે નગરસેવક ડોકીયું કરવા આવ્યાં નહીં. એ ડોક્ટરો માટે પ્રેમ ઉભરાઈ આવ્યો ત્યારે ડોક્ટરો પણ ખાનગીમાં એવી ચર્ચા સાંભળવા મેળલ છે કે અઠવાડીયું દવાખાના બંધ રાખવા પણ ભાઈ ડોક્ટરો મફતમાં સેવા નથી કરતાં તગડી ફી લીને કરોડોમાં આળોટી રહ્યા છે.

સે.૨૪ ખાતે ભાજપના એક જ બાહુબલીએ લીડરસીપ લઈને સે.૨૪ના વસાહતીઓ માટે સરકાર અને તંત્ર સામે બાથ ભીડી અને અગાઉ પણ ભાજપના નગરસવેક રહી ચૂકેલા સંદીપ જ્યોતિકર છેક સુધી પ્રજાના વારે આવ્યા હતા. આજે ૨૦થી૨૫ વર્ષથી બેફામ ગેરકાયદેસર દબાણ ફુલ્યા ફાલ્યા ત્યારે તંત્રએ શેટીગડોટકોમ તરફજ નજર રાખી હતી અને હવે ગેરકાયદેસર દુકાનોના વેપારીઓ પાસે ગાં. મનપાનું ટેક્સબીલ લાઈટ બીલ, પાણીવેરો, સ્વચ્છતા વેરોથી લઈને અનેક વેરો ભાવા છતાં તંત્ર રસ્તો કરવા તેયાર નથી અને ઝુંપડાવાસીઓને પાકા મકાન, લારીગલ્લા દારકોને દુકાન આપી તો અમોએ જે તે વખતે લાખો રૂપિયામાં બિલ્ડરો પાસેથી ખરીદી છે ત્યારે બિલ્ડર અને તંત્રની મીલીભગતથી ક્યારે પ્રજા છેતરાય નહીં અને આ દુકાનો ગેરકાયદેસર છે તેની નોટીસથી લઈને કોઈ પણ કાર્યવાહી તંત્રએ કરી નહતી. જેથી દબાણોના રાફડા ફાટી નીકળ્યા હતા. ત્યારે વેપારીઓ પોતે ઈમ્પેક્ટ ફી પણ ભરવા તૈયાર છે અને અગાઉ ઈમ્પેક્ટ માટે અરજી પણ કરેલ છે. ત્યારે બીજા શહેરોમાં આ કાયદાનો અમલ થયા બાદ ઈમ્પેક્ટ ફી પણ તંત્રએ સ્વીકારેલી છે તો પાટનગરમાં પણ ઈમ્પેક્ટ ફીનો ત્વરીત અમલ કરીને વેપારીઓની રોજગારી ન છીનવાય તો સમજાવું જોઈએ.