loader

Breaking News


Home > Gujarat > સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય FIR ની વિગતો પ્રાપ્ય નથી


Foto

સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય FIR ની વિગતો પ્રાપ્ય નથી

Nov. 19, 2018, 5:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કોઇપણ ગુનાની એફઆઇઆર(ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાય એટલે ૨૪ કલાકમાં તેને રાજયની વેબસાઇટ પર ફરજિયાતપણે અપલોડ કરવા અંગે ખુદ સુપ્રીમકોર્ટનો આદેશ હોવાછતાં ગુજરાત રાજયમાં સરકારી વેબસાઇટ પર એફઆઇઆરની પૂરેપૂરી વિગતો મૂકાતી નથી. અમુક કિસ્સામાં જ પૂરી એફઆઇઆર મૂકાય છે, જયારે અમુક કિસ્સામાં એફઆઇઆરની પૂરી માહિતી મૂકાતી જ નથી, જેને લઇ ફરિયાદપક્ષ, આરોપીપક્ષ સહિતના પક્ષકારો અને વકીલોને ભારે હાલાકીનો ભોગ બનવુ પડી રહ્યું છે.

વેબસાઇટ પર એફઆઇઆર સંપૂર્ણપણે ઉપલબ્ધ નહી થવાના ધાંધિયાને લઇ લોકોમાં પણ ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે રાજયના ફોજદારી કાયદાના નિષ્ણાત અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જા સુપ્રીમકોર્ટના આદેશ છતાં તંત્ર કે સત્તાવાળાઓ દ્વારા પૂરેપૂરી વિગત કે માહિતી સાથે એફઆઇઆર ઉપલબ્ધ ના બનાવાય તો તે સુપ્રીમકોર્ટનો સીધો અનાદર છે. સુપ્રીમકોર્ટના હુકમના અનાદર અને ઉલ્લંઘન બદલ સત્તાધીશો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે સીધા જવાબદાર ઠરી શકે. જેમાં રાજયના ડીજીપી સહિતના સત્તાવાળાઓની જવાબદારી આવી શકે.