loader

Breaking News


Home > Gujarat > ભાજપ સરકારને ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પ્રજાની હાલાકીમાં ઘટાડો થવાને બદલે વધારો થયો : કોંગ્રેસ


Foto

ભાજપ સરકારને ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પ્રજાની હાલાકીમાં ઘટાડો થવાને બદલે વધારો થયો : કોંગ્રેસ

Feb. 2, 2018, 10:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : નાણામંત્રી અરુણ જેટલીએ રજુ કરેલા દેશનાં સામાન્ય બજેટ પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. બજેટમાં ખેડૂતોના દેવામાફીની કોઈ વાત જ કરવામાં આવી નથી. કોંગ્રેસની સરકારે ૨૦૦૮માં ખેડૂતોનું ૭૬,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું અને દેશના ૪.૫ કરોડ ખેડૂતોને રાહત આપી હતી. અત્યારે લગભગ બે લાખ કરોડ રૂ. નું દેવું ખેડૂતોને માથે છે. ચુંટણી પહેલાં મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકારને આજે ત્રણ વર્ષ ઉપર વીતી ગયા હોવા છતાં પ્રજાની હાલાકીમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે.

વધુમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે નિકાસમાં ઘટાડો, ઉત્પાદનમાં ઘટાડો, રોજગારીમાં ઘટાડો, બેરોજગારીમાં વધારો કેન્દ્ર સરકારની મોટી ભેટ છે. નાના-મધ્યમ કદના ઉદ્યોગોની હાલત ઘણી જ ગંભીર છે. દેશમાં નોટબાંધીને કારણે ૧૦ કરોડથી પણ વધુ લોકો બેરોજગાર થયા છે જેઓને રોજગાર આપવા માટે આ બજેટમાં કોઈ જોગાવાઈ કરવામાં આવી નથી. સરકારે જાહેરખબરો પાછળ કરોડો - અબજો રૂપિયા ખર્ચવા કરતાં શિક્ષણ અને આરોગ્ય પર ખર્ચ કરવું જોઈએ તેમ કોંગ્રેસે જણાવ્યું હતું.