loader

Breaking News


Home > Gujarat > મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેલાં અખબારોના તંત્રીઓની કરાઈ અટકાયત


Foto

મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેલાં અખબારોના તંત્રીઓની કરાઈ અટકાયત

Sept. 11, 2018, 5:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : હાર્દિક પટેલની ઉપવાસ છાવણી આગળ પોલીસ અને પત્રકારોના ઘર્ષણનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે આજે વિજય રૂપાણીને રજુઆત કરવા આવેલ અખબારોના માલિકો અને તંત્રીઓની પોલીસે ધરપકડ કરી હતી. અહીં 300 થી વધુ અખબારોના પત્રકારોને સચિવાલયમાં જતા અટકાવવામાં આવ્યા હતા તેમજ તેમની ધરપકડ કરી લેવાઈ હતી.

પત્રકારોએ આક્ષેપ લગાવ્યો હતો લોકશાહીની ચોથી જાગીર એવા અખબારોના નૈતિક મૂલ્યોની રક્ષા માટે વિવિધ અખબારના તંત્રીઓ અને માલિકોએ આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે લોકશાહીનું કહું કરીને તમામ તંત્રીઓ પત્રકારો સાથે ધક્કામૂકી કરીને ધરપકડ કરી હતી. આ ઘટના લોકશાહીની હત્યા સમાન છે તેમ પત્રકારોએ જણાવ્યું હતું.