loader

Breaking News


Home > Sports > ધોનીએ તમિલ ફેન્સને કર્યો વાયદો, આવતી સીઝન સુધી હુ આ કરી દઇશ


Foto

ધોનીએ તમિલ ફેન્સને કર્યો વાયદો, આવતી સીઝન સુધી હુ આ કરી દઇશ

Aug. 7, 2018, 11:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટીમ ઈંન્ડિયાનો પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની ઈંગ્લેન્ડથી પરત આવી ગયો છે. પરંતુ ઘરે આવ્યા બાદ પણ તેણે ક્રિકેટથી વિરામ લીધો નથી.

ક્રિકેટથી મળેલ વિરામમાં પણ ધોની ક્રિકેટને પ્રમોટ કરતા જોવા મળી રહ્યો છે.





ધોની એક એવું નામ કે જેણે ક્રિકેટ ઇતિહાસમાં પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈંન્ડિયાને આઇસીસીની ત્રણેય ટ્રોફી જીતીને આપી છે. જો કે તેણે ટેસ્ટમાંથી રાજીનામું આપી દીધુ છે. હાલમાં ટીમ ઈંન્ડિયા ઈંગ્લેન્ડની ધરતી પર પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત છે. ત્યારે ધોની સ્વદેશ પરત થયો છે. જો કે તેણે પરત થયા બાદ પણ ક્રિકેટથી વિરામ લીધો નથી. ધોની તમિલનાડું પ્રીમીયર લીંગની પ્રથમ મેચમાં જોવા મળ્યો હતો.

જો કે તે ત્યા ક્રિકેટ રમતો નહી પણ ટોસ ઉછાળતો દેખવા મળ્યો હતો. તે સમય દરમિયાન ધોનીએ પોતાની તમિલને લઇને વાત કરતા કહ્યુ કે, હુ જ્યારે પણ આઇપીએલ રમુ છુ ત્યારે થોડી તમિલ શીખો છો, પણ જ્યારે ટૂનામેન્ટ પૂરી થાય છે ત્યારે હુ તમિલ ફરી ભૂલી જાઉ છુ.

ધોનીએ વધુમાં જણાવ્યું કે, આ વખતે હુ મારા ફેન્સને વાયદો કરુ છું કે આવનારા સીઝનમાં હુ થોડી તમિલ શીખી જઇશ.