loader

Breaking News


Home > Sports > ૩૦૦ વનડે રમનાર ધોની છઠ્ઠો ભારતીય બેટ્‌સમેન


Foto

૩૦૦ વનડે રમનાર ધોની છઠ્ઠો ભારતીય બેટ્‌સમેન

Sept. 1, 2017, 9:49 a.m.
      Whatsapp   

કોલંબો ઃ મહેન્દ્રસિંહ ધોનીએ તેની યશકલકીમાં આજે વધુ એક મોરપીછુ ઉમેરી લીધુ હતુ. તે ભારત તરફથી ૩૦૦ વન ડે મેચ રમાનાર છઠ્ઠો ભારતીય બેટ્‌સમેન બની ગયો હતો. જ્યારે એકંદરે તે ૩૦૦ વનડે મેચ રમનાર ૨૦ ખેલાડી બની ગયો હતો.

ભારત તરફથી સચિન તેન્ડુલકરે સૌથી વધારે ૪૬૩ વન ડે મેચો રમી છે. જ્યારે રાહુલ દ્રવિડે ૩૪૪ અને અજહરુદ્દીને ૩૩૪ વનડે મેચો રમી છે. ભારત તરફથી યુવરાજ સિંહે પણ ૩૦૪ વનડે મેચ રમી છે. અગાઉ ધોનીએ અજહરુદ્દીનના રેકોર્ડને તોડી નાંખવામાં સફળતા મેળવી હતી. કોલંબોમાં શ્રીલંકા સામે રમીને ધોનીએ વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી હતી.

ભારતના સ્ટાર વિકેટકિપર બેટ્‌સમેન મહેન્દ્રસિંહ ધોનીએ ૨૭મી ઓગષ્ટના દિવસે ત્રીજી વનડે મેચમાં પોતાની વ્યક્તિગત સિદ્ધી હાંસલ કરી હતી. તે વન ડે ક્રિકેટમાં ૯૩૭૮ રન કરવાના અઝહરુદ્ધીનના રેકોર્ડને તોડી દેવામાં સફળ રહ્યો હતો. આની સાથે જ તે ભારત તરફથી સૌથી વધારે રન કરનાર ચોથો ખેલાડી બની ગયો હતો. પલ્લેકલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી વનડે મેચ દરમિયાન ધોનીએ આ સિદ્ધી હાંસલ કરી હતી. ધોનીએ ૮૭ બોલમાં ૬૭ રન કર્યા હતા. તે અઝહરના રેકોર્ડને તોડવામાં સફળ રહ્યો હતો. ભારત તરફથી સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચિન તેન્ડુલકરના નામ પર છે. સચિને વનડે ક્રિકેટમાં દુનિયામાં સૌથી વધારે રન કર્યા છે. તેના રેકોર્ડને કોઇ ખેલાડી તોડશે કે કેમ તે અંગે વાત કરવી મુશ્કેલ છે. ભારત તરફથી છ ખેલાડી ૩૦૦થી વધારે વનડે મેચો રમી ચુક્યા છે. સૌરવ ગાંગુલીએ ૩૧૧ વનડે મેચો રમી હતી.