loader

Breaking News


Home > Sports > ધોનીને મળશે પદ્મ ભૂષણ, BCCI એ કરી ભલામણ


Foto

ધોનીને મળશે પદ્મ ભૂષણ, BCCI એ કરી ભલામણ

Sept. 20, 2017, 4:53 p.m.
      Whatsapp   

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) એ ભારતના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને દેશના ત્રીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ માટે પ્રસ્તાવ મૂક્યો છે.ધોની વિશ્વનો એકમાત્ર સુકાની છે, જેના નેતૃત્વમાં ટીમે ત્રણેય આઇસીસી ટ્રોફી જીતી છે.

ધોનીના નામે આજે ઘણા રેકોર્ડ છે. થોડા સમય પહેલા રમાયેલ શ્રીલંકા સીરીઝમાં ધોનીએ ૩૦૦ વન ડે રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે વન ડેમાં ૧૦૦ સ્ટંપિગ કરનાર ધોની દુનિયાનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇંડિયાએ ૨૦૦૭ આઇસીસી વિશ્વ ટી૨૦, ૨૦૧૧ વિશ્વ કપ અને ૨૦૧૩ આઇસીસી ચેમ્પિયંસ ટ્રોફીમાં જીત મેળવી છે.



વર્તમાનમાં ચાલી રહેલ ઓસ્ટ્રેલીયાની વિરુદ્ધ ૫ મેચોની શ્રેણીના પ્રથમ વન ડેમાં ધોનીએ પોતાના કેરીયરની ૧૦૦મી હાફ સેંચ્યુરી લગાવી હતી. ધોનીના નેતૃત્વ હેઠળ ટીમ ઇંડિયા ટેસ્ટમાં નંબર-૧ના સ્થાને પહોચી હતી. જો કે ધોનીએ ૨૦૧૪માં પોતાના ટેસ્ટ કેરીયરનો અંત લાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે વન ડે અને ટી૨૦ની કેપ્ટનશીપ છોડી દીધી હતી. BCCIને આશા છે કે ધોની ૨૦૧૯ના વિશ્વકપમાં રમશે અને ટીમને જીત અપાવવા પોતાના અનુભવનો ભરપૂર ઉપયોગ કરશે.

હાર્દિક શાહ